ડુંગળીના બીજનું તો નામ લેવાય એમ નથી...

Agriculture of Guajrat in Saurashtra onion crop seeds price to high in Budhel Village

આજની તારીખે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની નહિવત આવકો વચ્ચે પ્રતિ ૨૦ કિલોના ભાવ રૂ.૧૦૦૦ને સ્પર્શી ચૂક્યા છે. તેની સામે પીળીપત્તીમાં રૂ.૯૬ થી રૂ.૩૮૬ અને લાલમાં રૂ-૧૬૮ થી રૂ.૬૭૦ના ભાવ થયા છે. 

ફરી એક વખત ખેડૂતોને આગામી રવી સિઝનમાં ડુંગળી વાવેતર કરવાની ચાનક ચડી છે. ખાનગી બીજ કંપનીઓએ સફેદ ડુંગળી બીજના કારોબારમાં હાથ નાખ્યો હોય એવું લાગતું નથી. 

આ વર્ષે રવી સિઝનની ડુંગળી નીકળવા ટાંણે લોકડાઉન હોવાથી વેચાણ માટે મુશ્કેલી ઉભી થઇ હતી, પરંતુ મહુવા યાર્ડ માથું મારીને પણ લોકડાઉનની ગાઈડ લાઈન મુજબ ખેડૂતોના હિત માટે ડુંગળીની હરરાજી ચાલું કરી હતી. 

એ વખતે લાલ કે પીળીપત્તી મફતમાં પીટાતી હતી, ત્યારે ડી-હાઇડ્રેશન પ્લાન્ટોની લેવાલીથી સફેદ ડુંગળીના ભાવ ઉછળીને રૂ.૪૦૦ને સ્પર્શી ગયા હતા. આજે એ ભાવ રૂ.૧૦૦૦ને અડકી જવાનું કારણ પુરવઠા ખેંચ સામે પ્લાન્ટોની ખરીદી ચાલું છે. આ બધા સિનારિયા વચ્ચે ફરી એક વખત ખેડૂતોની નજર સફેદ ડુંગળીના વાવેતર તરફ મંડાણી છે.

ભાવનગરની બાજુમાં આવેલ બુધેલ ગામે ઉગાડાતું બીજ, હોઇ છે ઘરઘરાઉ, પરંતુ પ્રતિ ૨૦ કિલોના ભાવ રૂ.૬૦ હજાર થી રૂ.૬૫ હજારના બોલાય છે. સફેદ ડુંગળીના બીજમાં બુધેલ ગામનું નામ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું