મગફળીમાં ટેકાનાં ભાવની ખરીદીની રાહે ખેડૂતોની વેચવાલી ધીમી પડી

Agriculture of Gujarat Farmers selling slowed down due to buying of support price in groundnut or Peanut crops price

ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવથી નવરાત્રીથી ખરીદી શરૂ કરવાની જાહેરાત અને પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ થવાની હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં માલ લઈને ખાસ આવતા નથી, જેને પગલે નવી મગફળીની આવકો વધતી નથી. 

હળવદ અને ગોંડલ જેવા બે મુખ્ય સેન્ટરમાં તો આવકો ઘટી છે. રાજકોટમાં હજી પણ આવક બંધ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મળીને આજે નવી મગફળીની આવક ૨૭થી ર૮ હજાર ગુણી આસપાસની આવક થઈ હોવાનોઅંદાજ છે. 

રાજકોટ યાર્ડમાં આવક ચાલુ થાય તો હજી દશેક હજાર ગુણીની આવક વધી શકે તેમ છે. ઉત્તર ગુજરાતમાં આવકો હવે વધશે.

પહેલી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન ચાલુ થવાનું હોવાથી આવકને અસર...

હળવદમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા  માલમા રૂ.૭૦૦થી ૮૦૦ અને સારી મગફળીમાં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ જીણીમાં રૂ.9૦૦થી ૧૦૪૧ અને જાડીમાં રૂ.૭૦૦થી રૂ.૧૦૭૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં પ હજાર ગૂણીની આવક હતી અને ભાવ રૂ.૬૪૦થી ૧૧૭૪નાં હતાં. વેપારીઓ કહે છેકે બે દિવસમાં ભાવ ઘટીને રૂ.૧૧૦૦ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવનાં છે.

મગફળીની આવકો આગામી સપ્તાહથી વધી જાય તેવી સંભાવનાં છે. ચોમાસાની સત્તાવાર રીતે વિદાય આગામી સપ્તાહથી શરૂ થશે, જેને પગલે મગફળીની આવકો પણ વધે તેવી ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું