નવી મગફળીની આવકો વધીને ૪૦ હજાર ગુણીની ઉપર પહોંચીઃ ભાવ નરમ

Agriculture of Gujarat Revenue from new peanuts crop increased to over 40,000 Groundnut crop price soft

ગુજરાતમાં નવી મગફળીની આવકો હવે સતત વધી રહી છે. રાજસ્થાનમાં પણ નવી આવકો ચાલુ થઈ ગઈ છે અને સૌરાષ્ટ્રમાં સેમ્પલો પણ આવવા લાગ્યાં છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મળીને આજે નવી મગફળીની ૪૦ હજાર ગુણી ઉપરની આવક થઈ હોવાનો અંદાજ છે, જોકે આમાંથી પિલાણમાં ચાલે તેવા સુકા માલ માત્ર ૧૫થી ર૦ ટકા જ હોવાનો અંદાજ છે. 

બીજી તરફ રાજકોટ યાર્ડ નવી આવકો મંગળવારથી બંધ કરી છે, જ્યારે ગોંડલ યાર્ડમાં પણ પાલની આવકો બંધ કરી છે. ઉત્તર ગુજરાતનાં પીઠામાં પણ સારી આવક હતી.

રાજકોટ યાડે આવકો બંધ કરી, ગોંડલમાં પાલની આવકો બંધ કરવામાં આવી

હળવદમાં ૭૫૦૦ ગુણીની આવક હતીઅને ૧૫ ટકા સુકો માલ હતા. ભાવ નબળા બધા રૂ.૮૦૦ થી ૯૦૦ અને સુકા માલ રૂ.૯૦૦ થી ૯૫૦માં વેચાણ થયા હતાં. હળવદ પંથકમાં પણ વરસાદને કારણે ક્વોલિટીને અસર થાય તેવી ધારણાં છે. 

ગોંડલમાં ૨૦ હજાર ગુણીની આવક હતીઅને પાંચેક હજાર ગુણી હજી પેન્ડિંગ પડી છે. ભાવ જીણીમાં  હવાવાળા માલ રૂ.૬૦૦ થી ૮૦૦ અને સુકા માલ રૂ.૧૦૨૧ સુધીમાં ખપ્યાં હતા. 

રાજકોટ યાડે આવકો બંધ કરી, ગોંડલમાં પાલની આવકો બંધ કરવામાં આવી

જ્યારે ઝાડીમાં રૂ.૧૦૫૦ નાં ભાવ હતાં. રાજકોટમાં છ હજાર ગુણીની આવક હતી. ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૯૪૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૭૫૦ થી ૯૪૦, ૩૯ નંબર બોલ માંરૂ.૭૫૦ થી ૯૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૫૦ થી ૮૫૦નાં ભાવ હતાં. નબળા માલમાં રૂ.૫૦ અને સારામાં રૂ.ર૦ થી ૩૦ નો ઘટાડો હતો.

હિંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૯૭૫ થી ૧૨રરર નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું