નવા કપાસ સામે દેખાવા લાગતાં જૂના કપાસની આવકમાં બમણો વધારો, ભાવ નરમ

Doubling the revenue of old cotton crop as seen against new cotton crop, softening the cotton crop price in agriculture of Gujarat

સોરાષ્ટ્રમાં હાલ જૂના કપાસની વધીને રપ થી ર૬ હજાર મણ અને નવા કપાસની બે થી અઢી હજાર મણની આવક થઈ રહી છે. જૂના કપાસની આવક સતત ત્રીજે દિવસે વધી હતી. 

જૂના કપાસના ભાવ ઊંચામાં રૂ।.૯૯૫ થી ૧૦૫૦ અને નીચામાં રૂ.૮૧૦ થી ૮૭૦ હતા. જૂના કપાસની મોટી આવક રાજકોટ(૬૦૦૦ મણ), અમરેલી(૯૦૦૦ મણ), જસદણ-ગોંડલ (બંનેમાં ૨૦૦૦ મણ) અને સાવરકુંડલા(૧૦૦૦ મણ)ની હતી જ્યારે નવા કપાસની આવક અમરેલી (૧૦૦૦મણ),રાજકોટ (૫૦૦ મણ) અને સાવરકુંડલા(૫૦૦ મણ) ની હતી. 

નવા કપાસના ઊંચામાં રૂ.૯૫૦ થી ૯૬૦ અને નીચામાં રૂ.૬૫૦ થી ૮૫૦ બોલાયા હતા. આજે નવા અને જૂના કપાસના ભાવ યાર્ડોમાં મણે ગી ૦3મી

રાજકોટ યાર્ડમાં એકદમ હલકો નવો કપાસ આજે નીચામાં રૂા.૬૫૦ માં વેચાયો હતો. જયારે અમરેલી માં નવા કપાસના રૂ.૮૫૦ થી ૯૫૦ અને સાવરકુંડલામાં નવા કપાસના રૂ।.૮૩૦ થી ૯૫૦ના ભાવ હતા. જામજોધપુરમાં આજે નવા કપાસની રપ મણની આવક થઇ હતી અને ભાવ રૂ.૮૯૦ થી ૯૬૦ પડ્યા હતા. 

જુના કપાસની આવક દરેક સેન્ટરમાં સતત ત્રીજે દિવસે વધી હતી. તળાજા, રાજુલા વિગેરે સેન્ટરોમાં પણ જુના કપાસની આવક ૧૫૦ મણની રહી હતી. વાંકાનેર, બાબરા, જામજોધપુર વિગેરે સેન્ટરમાં જૂના કપાસની આવક સતત વધી રહી છે. જૂના કપાસમાં ઊંચામાં રૂ.૧૦૩૦ થી ૧૦૫૦ સુધી ભાવ બોલાયા હતા.

કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ નવા કપાસના ભાવ રૂ।.૮૪૦ થી ૮૫૦ અને જુના કપાસના સારી કવોલીટીના રૂ।૧૦૧૫ થી ૧૦૨૦ અને મિડિયમ કવોલીટીના રૂ।.૯૪૦ થી ૯૮૦ ભાવ ટકેલા હતા. જીનપહોંચ નવા કપાસના ભાવ આજે ફૂ.૨૦ થી રપ નરમ બોલાતા હતા.

દેશમાં પણ રૂની આવક વધીને અડધોઅડધ ઘટીને ૯ થી ૧૦ હજાર ગાંસડી જ રહી હતી કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નવા કપાસની આવક ઘટી હતી. સપ્ટેમ્બર એન્ડમાં પણ વરસાદ પડવાની ધારણાએ આજે રૂમાં લેવાલી નીકળતાં ભાવ ખાંડીએ રૂ।.૧૦૦ થી ૧૫૦ વધ્યા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું