સમગ્ર ગુજરાતમાં સતત બીજા દિવસે મગફળીની ૯૦ હજાર ગુણી આવકનો અંદાજ

For the second day in a row in Agriculture of Gujarat, the income of 90 thousand bags of peanuts crop is estimated

મગફળી-સીંગદાણાની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની આવકો વધી રહી છે, પરતુ પિલાણમાં ચાલે તેવી મગફળી બહુ ઓછી આવે છે. 

બીજી તરફ પસંદગીની જાતોમાં લેવાલી હોવાથી તેનાં ભાવ ઊંચકાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજ પણ મગફળીની કુલ મળીને ૯૦ હજાર ગુણી આસપાસની આવકનો અંદાજ છે. 

ગોંડલમાં આજ આવકો સારી હતી, પંરતુ સામે પેન્ડિંગ માલ પણ એટલો જ પડ્યો છે. હળવદ પંથકની મગફળીમાં હાલ તેલની ટકાવારી સારી હોય છે.

હળવદમાં ૧૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ કોકાકાલામાં રૂ.૭૫૦થી ૮રપ અને સારામાં રૂ.૮૭૫ થી ૯રપનાં ભાવ હતાં.

ગોંડલમાં ૪૦ હજાર ગુણીની આવક હતી અને ૩૦ હજાર ગુણીનાં વેપાર હતાં. જ્યારે ૩૦ હજાર ગુણી હજી પેન્ડિંગ પડી છે. 

ભાવ રૂ.૭૦૦થી ૮૧૫ના રર ટકા હવાવાળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૭૫થી ૧૦૦૦ જીણી અને જાડીમા રૂ.૧૧૦૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં. 

૩૯ નંબરમાં બિયારણવાળાની માંગને પગલે ભાવ સારા હતાં. વેપારીઓ કહે છેકે ૩૯ નંબર કે ૬૬ નંબરવાળી મગફળીમાં બગાડ વધારે હોવાથી ઓછો માલ છે, જેને પગલે બિયારણવાળા હાલ માલ કવર કરી રહ્યાં છે. 

હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી. ડીસામાં ૪૦૦૦ ગુણીની આવક હતી. ઈડરમાં પાંચ હજાર ગુણીની આવક હતી. ઉત્તર ગુજરાતનાં પીઠામાં ભાવ રૂ.૯૫૦ થી ૧૧૬૧ની વચ્ચે ક્વોટ થાય છે.

રાજકોટમાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને બે હજાર ગુણી પેન્ડિંગ હતી. ભાવ ટીજ ૩૭માં રૂ.૭૦૦થી ૯રપનાં ભાવ હતાં. ર૪ નંબર રોહીણીમા રૂ.૭૫૦ થી ૯૪૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૧૦૩૫ અને ૬૬ નંબરમાં રૂ.૭૫૦ થી ૮૫૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું