સરકાર: આ તારીખથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થશે

Government: From the support price of Peanut or groundnut Will be purchasing from October 21st in Agriculture of Gujarat

ગુજરાતમાં મગફળીની ટેકાનાં ભાવથી ખરીદો લાભ પાંચમથી કરવાની રાજ્ય સરકારે ગત સપ્તાહે જાહેરાત કરી હતી, પંરતુ આ જાહેરાત બાદ ગુજરાતમાંથી ચોમેર વિરોધનો વંટોળ શરૂ થયું હોવાથી સરકારે આખરે ઝુકવું પડ્યુ છે અને હવે મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી 21 મી ઓક્ટોબરથી કરવાની જાહેરાત ખૂદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કરી હતી. અગાઉ સરકાર 19મી નવેમ્બરથી ખરીદી કરવાનું હતું. ગત વર્ષે સરકારે પહેલી  નવેમ્બરથી ખરીદી શરૂ કરી હતી.

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીની વાવણી વહેલી અને લાભ પાંચમ અધિકમાસને કારણે ગત વર્ષથી મોડી હોવાથી જો સરકાર લાભપાંચમથી ખરીદી કરે તો ખેડૂતોને કોઈ ફાયદો થાય તેમ હતો નહીં, જેને પગલે વિરોધ વધ્યો હતો.

કોમોડિટી વર્લ્ડ ગ્રૂપનાં અખબાર કૃષિ પ્રભાતે પણ મગફળીની ખરીદી વહેલી થાય એ માટે સતત અભિયાન ચલાવ્યું હતું અને સરકારનાં ખોટા નિર્ણય સામે ખેડૂત સંગઠનો સાથે સંકળાયેલા વિવિધ આગેવાનો અને ખેડૂતોનાં અભિપ્રાય લઈને તમામ વર્ગની વાત સરકાર સુધી પહોંચાડવાનો સફળતા મળી છે.

તા. 1 થી 20 ઓક્ટોબર ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે

ગુજરાતનાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મગફળીની વહેલી ખરીદી સંદભે અમને અનેક રજૂઆતો આવી હતી, જેને પગલે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

નાફેડની રાહ હેઠળ ગુજરાતનું પુરવઠા નિગમ 21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી કરશે અને આ માટે ખેડૂતોએ પહેલી ઓક્ટોબરથી 20મી ઓક્ટોબર વચ્ચે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 21મી ઓક્ટોબરથી 90 દિવસ સુધી રાજ્ય સરકાર ખરીદી કરશે.

મગફળીની કેટલી માત્રામાં ખરીદી કરશે તે સંદર્ભ કૃષિ મંત્રીએ કહ્યું કે રાજ્યનું કૃષિ વિભાગ મગફળીનું વાવેતર, અગાઉનાં વર્ષોનાં પાકની સ્થિતિ અને વર્તમાન સ્થિતિનો ચિતાર કાઢીને એક અંદાજ મુકે છે, જેનાં ઉપર કેન્દ્ર સરકાર વધુમાં વધુ 25 ટકા ખરીદી કરવાની છૂટ આપે છે. આ સંદર્ભ આપણે કેન્દ્રને પત્ર લખીને રજુઆત કરી છે. જોકે કૃષિ મંત્રીએ કોઈ ચોક્કસ આંકડો ખરીદીનો આપ્યો નહોંતો.

ખેડૂતોની રજૂઆત બાદ સરકારે વહેલી ખરીદીનો નિર્ણય લીધો: આર.સી.ફળદુ

ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 54.65 લાખ ટન થવાનો અંદાજ છે, જેનાં 25 ટકા પ્રમાણે 13.66 લાખ ટન મગફળીની સરકારે ખરીદી કરવાની રહે છે.

જોકે સુત્રો કહે છેકે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 10 થી 12 લાખ ટનની ખરીદી કરવાની માંગણી કરી છે. કેન્દ્રની આખરી મંજૂરી હજી આવવાની બાકી છે, પરંતુ ચાલુ મહિનાનાં અંત સુધીમાં સમગ્ર ગાઈડલાઈન્સ આવી જશે.

નાફેડનાં સુત્રો કહે છેકે ગુજરાત સરકારે કેન્દ્રમાં હજી સત્તાવાર રીતે કેટલી ખરીદી કરવી તેનો પત્ર લખ્યો નથી.

હવે ઓક્ટોબરથી ખરીદી કરવાની હોવાથી રાજ્ય સરકારે ટૂંકમાં કેન્દ્રને પત્ર લખશે અને કેન્દ્ર સરકાર કેટલા ટનની ખરીદીની મંજૂરી આપે છે. સામાન્ય રીતે જે-તે રાજ્યનાં ઉત્પાદનનાં ૨પ ટકા સુધીની વધુમાં વધુ છૂટ આપે છે.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું