દેશમાંથી ગવારગમ ની નિકાસ એપ્રિલથી જુલાઈમાં ૪૮ ટકા ઘટી


દેશમાંથી ગવારગમ અને તેની પ્રોડક્ટની નિકાસ ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ચાર મહિના દરમિયાન ગત વર્ષની તુલનાએ ૪૮ ટકા ઘટી હોવાની જાહેરાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે કરી હતી.

સરકારી સંસ્થા અપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાંથી એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન ગવારગમ અને તેની પ્રોડક્ટની કુલ ૮૨,૪૯૯ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧,૫૬,૧૩૮ ટનની નિકાસ થઈ હતી. 

આમ નિકાસમાં ૪૭.૫૦ ટકાનો જંગી ઘટાડો થયો છે. લોકડાઉન દરમિયાન અને એપ્રિલમાં કૂડતેલનાં ભાવ તળિયે પહોંચી ગયો હોવાથી ગવારગમની નિકાસ માંગ સાવ ઠપ્પ થઈ ગઈ હતી, જેને પગલે કુલ નિકાસ વેપારો ઘટયાં છે. 

ગવારગમની જુલાઈ મહિનામાં નિકાસ રર૭ર૪ ટનની નિકાસ થઈ છે, જે અગાનાં ત્રણ મહિનાની તુલનાએ સરેરાશ સારી નિકાસ ગણી શકાય છે, પંરતુ ગત વર્ષની તુલનાએ નિકાસ ઓછી જ થઈ છે. 

ગત વર્ષે જુલાઈ મહિનામાં ૪૧૧૩૩ ટનની નિકાસ થઈ હતી. આમ સરેરાશ અડધાથી થોડી વધારે નિકાસ આ વર્ષે થઈ છે.

ગવારગમની નિકાસ ચાલુ વર્ષે સરેરાશ રૂ.૬૮૩ કરોડની નિકાસ થઈ હતી, , જે ગત વર્ષે રૂ.૧૨૯૬ કરોડની નિકાસ થઈ હતી. આમ મૂલ્યની રીતે પણ નિકાસમાં ૫૦ ટકા જેવો ઘટાડો થયો છે. 

વૈશ્વિક બજારમાં ભારતીય ગવારગમનાં હાલસેરાશ ૧૦૯૫ ડોલરનાં ભાવ છે, જે ગત વર્ષે ૧૧૫૯ ડોલરનાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું