ડુગળોમાં ઘટ્યાં ભાવથી ફરી સુધારોઃ મહુવામાં રૂ.૯૦૦ નાં ભાવ

Improvements from falling prices in Onion crop Rs 900 price in Agriculture of Gujarat Mahuva

ડુંગળીની બજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. નાશીકમાં ગઈકાલે ઊંચામાં રૂ.૪રથી ૪૮ પ્રતિ કિલોમાં ખપેલી ડુંગળીમાં આજે કિલોએ રૂ.૧થી ૨ ડાઉન હતા, જ્યારે ગુજરાતમાં સરેરાશ ભાવ સારી ક્વોલિટીમાં સુધર્યા હતાં. સફેદ ડુંગળીમાં તો ઊંચામાં રૂ.૮૮૦નાં ભાવ પણ બોલાયાં હતાં. 

મહુવામાં લાલ ડુંગળીની ૫૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૫થી ૭૦૦નાં હતાં. જયારે પીળી પત્તીમાં રૂ.૧૦૫થી ૪૪૭નાં ભાવ હતાં. સફેદમાં રૂ.૩૮૦થી ૮૮૦નાં ભાવ હતાં.

નાશીકમાં લાસણગાવ મંડીમાં ૭૨૦૦ ક્વિન્ટલનીઆવક સામે ભાવ રૂ.૧૬૦૦થી ૪૧૫૦નાં હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૩૩૦૦નાં હતાં. પીમ્પલવાંગ મંડીમાં ઊંચામાં રૂ.૪૮૫૦ સુધીનાં ભાવ પણ ક્વોટ થયાં હતાં. 

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. ભાવ ઝડપથી વધ્યાં હોવાથી અફરાતફરી વધારે જોવા મળી રહી છે. 

સરવાળે ડુંગળીનાં ભાવ કિલોનાં રૂ.૬૦ની સપાટીએ પહોંચે અને મણનાં રૂ.૧૦૦૦ની સપાટીએ પહોંચ તેવી સંભાવનાં દેખાય રહી છે. 

આ ભાવ ઓક્ટોબરમાં આવી જાય તેવી હાલ ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું