ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાતા નબળી મગફળીમાં સુધારો

Improvements to weak peanuts crop which are considered monsoon departure hours in agriculture of Gujarat

ચોમાસાની વિદાયની ઘડીઓ નજીક દેખાય રહી હોવાથી હાલ બાયરો યાર્ડમાં નબળી કે વધુ હવાવાળા માલ સસ્તામાં મળી રહ્યાં હોવાથી ખરીદી કરી રહ્યાં છે, જેને પગલે ભાવમાં આજે નબળી ક્વોલિટીમાં રૂ.૧૫થી રપનો સુધારો થયો હતો.

એક વેપારી કહે છેકે હાલ ૧૫થી રર ટકા હવાવાળો માલ રૂ.૭૦૦ આસપાસ મળી રહ્યો છે. મગફળી આટલી સસ્તી મળવાની નથી, પરિણામે અત્યારે લઈને પછી માલ સુકવી નાખશે. 

હવે વરસાદ રહી ગયો છે અને બે દિવસમાં ચોમાસાની વિદાય આવી જશે. સુકો પવન વાતો હોવાથી મગફળીને સુકાતા પણ હવે વાર નહીં લાગે, જેને પગલે નબળા માલમાં બજારો સુધર્યા છે. 

નવી મગફળીની આવકો ર૬ થી ૨૮ હજાર ગુણી વચ્ચે થઈ હોવાનો અંદાજ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મળીને આજે નવી મગફળીની ર૬ થી ૨૭ હજાર ગુણીની આવક થઈ હોવાનો અંદાજ છે.

હળવદમાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ નબળામાં અન સારામાં રૂ.૯૦૦ થી ૯રપનાં ભાવ હતાં.

ગોંડલમાં ૧૩ થી ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ ૧૫ થી રર ટકા હવાવાળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૦૦ થી ૧૦૨૫ જીણી અને જાડીમા રૂ.૧૦૭૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં.

હિંમતનગરમાં પ હજાર ગુણીની આવક સામે ભાવ રૂ.૯૭૫ થી ૧૧૭૦નાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું