ડુગળીમાં આયાત વેપારનાં સમાચારથી ઊચી સપાટી એ ભાવ ટકેલા

In Onion crop prices sustained higher news of import trade of Agriculture in India

ડુંગળીની બાજરમાં આયાત વેપારો થયા હોવાનાં સમાચાર પાછળ તેજીને બ્રેક લાગી હતી. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ ઊંચકાય શકે છે, પંરતુ હાલ તેજીને વિરામ આવ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ બોર્ડર પરથી પણ માલ રિટર્ન આવી રહ્યો હોવાનાં સમાચાર છે.

નાશીકનાં સુત્રો કહે છેકે બાંગ્લાદેશ બોર્ડર પાસે કુલ ૬૫૦ ટ્રક ડુંગળીનાં હતાં, જેમાંથી સરકારે માત્ર ૧૫૦ ટ્રકની મંજુરી આપી છે અને આશરે ૩૭૫૦ ટન ડુંગળી નિકાસ થઈ છે, જ્યારે ૫૦૦ ટ્રક નાશીક તરફ પાછા ફરી રહ્યાં છે, જેને પગલે પણ વેપારીમાં ચિંતા હોવાથી નવી ખરીદી થોડી ઘટાડી છે.

નાશીકમાં સારી ક્વોલિટીમાં ડુંગળીનાં ભાવ વધીને ચાલુ સપ્તાહે રૂ.૪૮૫૦ પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યાં હતા, પરંતુ આગળ ભાવ વધ્યાં નહોંતાં.

બાંગ્લાદેશ બોડરથી ૫૦૦ ટ્રક નાશીક પરત આવ્યા હોવાની ચર્ચા

મહુવામાં લાલ ડુંગળીની ૫૮૦૦ થેલાની આવક સામે ભાવ  રૂ.૧૫૨ર થી ૭૦૧ અને પીળી પત્તીમાં ૧૭૭૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૬ થી ૨૨૩નાં હતાં. સફેદમાં ૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૨૫૨ થી ૮૫૨ સુધીનાં ક્વોટ થાયં હતાં.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. આગળ ઉપર નાફેડની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર પણ બજારો મદાર રહેલો છે. 

મેટ્રો શહેરમાં ડુંગળી રૂ.૧૦૦ કિલો રિટેલમાં વેચાણ થાય છે, જેને પગલે નાફેડ વેચાણ વધારી શકે છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું