સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક બમણી વધી, ભાવ ટકેલા

New cotton crop revenue doubles in Agriculture of Gujarat Saurashtra, cotton prices stabilize

ગુજરાતમાં હવે નવા કપાસની આવક દરેક સેન્ટરમાં ઝડપથી વધી રહી છે. આજે નવા કપાસની આવક રાજકોટમાં ૭૦૦ મણ ( રૂ.૬૫૦ થી ૯૦૮), બોટાદમાં ૮૦0૦૦ મણ ( રૂ.૭૫૦-૯૫૦), હળવદમાં ૪૫૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૦), અમરેલીમાં ૧૦૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), સાવરકુંડલામાં ૧૫૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), જસદણમાં ૧૦૦૦ મણ (રૂ।.૬૦૦-૯૦૦), જામજોધપુરમાં ૧૦૦ મણ (રૂ.૭૦૦-૯૦૦), બાબરામાં ૫૦૦ મણ(રૂ.૭૫૦-૯૮૦) અને વાંકાનેરમાં ૪૫૦ મણ(રૂ।.૭૫૦-૯૮૦) મણની આવક હતી. 

આમ, નવા કપાસની આવક આજે ૧૩થી ૧૪ હજાર મણની હતી જે ગઇકાલે ૭૭૦૦૦ થી ૭૫૦૦ મણની જ હતી, આમ આજે નવા કપાસની આવક મોટા પ્રમાણમાં વધી હતી. જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૫૫૦૦ મણ (રૂ.૮૦૦-૯૯૦), બોટાદમાં ૨૦૦૦ મણ (૮૫૦-૧૦૨૫), અમરેલીમાં ૩૦૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૧૦), સાવરકુંડલામાં ૧૦૦૦ મણ (ફરૂ.૮૨૫-૧૦૧૦), જસદણમાં ૨૦૦૦ મણ (રૂ।.૮૦૦-૧૦૦૦), જામજોધપુરમાં ૩૦૦૦ મણ (રૂ।.૮૮૦-૯૮૫), ગોડલમાં ૮૦૦ મણ (રૂ।.૮૫૦-૧૦૦૦) અને બાબરામાં ૧૫૦૦ મણ (રૂ।.૫૫૦-૧૦૧૦), તળાજામાં ૬૦૦ મણ (રૂ.૭૦૦-૯૮૦) અને રાજુલામાં ૨૮૦ મણ (રૂ.૭૬૦-૧૦૧૦) ના હતા.

જુના કપાસની આવક આજે ૧૯ થી ૨૦ હજાર મણની જળવાયેલી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું