નવી મગફળીની સૌરાષ્ટ્રમાં 22 થી 24 હજાર ગુણીની આવકનો અંદાજ

New peanut or Groundnut income in Saurashtra Gujarat is estimated at 22 to 24 thousand bags in Agriculture of Gujarat

સૌરાષ્ટ્રમાં સતત વરસાદી માહોલને કારણે નવી મગફળીની આવકોને અસર પહોંચી છે અને ધારણાં કરતાં ઓછી આવકો આવી રહી છે. વળી જે આવકો આવે છે તેમાંથી સારો માલ કે સુકો કહી શકાય તેવો બહુ ઓછો માલ હોવાથી સીંગદાણાની બજારમાં પણ તેજી આવી છે.

સૌરાષ્ટ્રમાં આજે નવી મગફળીની રર થી ર૨૪ હજાર ગુણીની આવકનો વેપારીઓનો અંદાજ છે. ગોંડલમાં આજે આવકો ઘટીને ૧૧ હજાર ગુણીની હતી અને સુકા માલ બે-પાંચ ટકા માંડ હતા. ભાવ જાડી મગફળીમાં રૂ.૭૫૦ થી ૧૦૫૦ અને જીણીમાં રૂ.૭૫૦ થી ૯૫પ૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ ટીજે ક્વોલિટીમાં રૂ.૭૦૦ થી ૯૩૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૭૭૫ થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.9૦૦ થી ૧૦૦૫ અને ૬૪૬ નંબરમાં રૂ.૭૦૦ થી ૯૦૦ નાં ભાવ હતાં. આજે ભેજવાળા માલ વધારે હતાઅને તેમાં ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ નાં જ ક્વોટ થયા હતાં.

હળવદમાં આવકો વધીને ચાર હજાર ગુણીની થઈ હતી અને ભાવ નીચામાં રૂ.૭૦૦ થી ૮૦૦ કે જે પલળેલા માલ હતા. જ્યારે મિડીયમમાં રૂ.૮૦૦ થી ૯૦૦ અને સુકા માલ રૂ.૯૦૦ થી ૯૭૫માં ગયાં હતાં. સરેરાશ ગઈકાલ કરતાં રૂ. ૧૦ થી ૧૫ નીચા હતાં.

ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં ૪૦૦ ગુણીની આવક હતીઅને ભાવ રૂ. ૧૦૧૧ થી ૧૨૮૮ સુધીનાં ભાવ હતાં. ઊંચામાં ખપેલી મગફળીમાં ઉતારા ૨૦૦ ગ્રામ મગફળીમાંથી ૧૬૦ ગ્રામ જેવી રિકવરી હતી, જેને પગલે ઊંચામાં ખપી છે.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું