મગફળીની ચિક્કાર આવકોઃ ગુજરાતની કુલ આવકો ૯૦ હજાર ગુણીને પાર

Peanut crop income too in Agriculture of Gujarat total Peanut crop income exceeds 90 thousand bags

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે નવી મગફળીની ચિક્કાર આવકો થઈ હતી અને કુલ આવકો વધીને ૯૦ હજાર ગુણીની ઉપર પહોંચી ગઈ હતી. ખાસ કરીને ગોંડલમાં આજે સૌથી વધુ આવકો થઈ હતી. જોકે આવકો વધવા છત્તા હજી સુકા માલ ખાસ આવતા નથી.

હળવદમાં ૧૦૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૫૦થી ૮૧૫ નબળામાં અને સારામાં રૂ.૬૯૦૦થી ૯રપનાં ભાવ હતાં.

ગોંડલમાં ૪પ હજાર ગુણીની આવક હતી અને ૩૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રૂ.૭9૦૦થી ૮૧૫નાં રર ટકા હવાવાળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૦૦થી ૧૦રપ જીણી અને જાડીમા રૂ.૧૦૭૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં.ઊંચામાં એક વકલમાં રૂ.૧૧૦૦નાં ભાવ હતાં.

ગોંડલમાં ૪પ હજાર ગુણી, રાજકોટમાં ૧૫ હજાર ગુણી, હિમતનગર-હળવદમાં ૧૦ હજારને પાર

હિંમતનગરમાં ૧૪થી ૧૫ હજાર ગુણીની આવક હતી. ડીસામાં ૨૫૦૦ ગુણીની આવક હતી. ઉત્તર ગુજરાતનાં પીઠામાં ભાવ રૂ.૯૫૦ થી ૧૧૫૦ની વચ્ચે ક્વોટ થાય છે. 

રાજકોટમાં ૧૪ થી ૧૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ ટીજે ૩૭માં રૂ.૭૦૦ થી ૭૫૦, સારામાં રૂ.૬૭૦નાં ભાવ હતાં. ર૪નં. રોહીણીમા રૂ.૭૫૦ થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૦૦ થી ૧૦૧૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૦૦ થી ૮૦૦નાં ભાવ હતાં.

આજે કોડીનારમાં ૧૫૦૦ ગુણી નવી મગફળીની આવક હતીઅને ભાવ નીચામાં રૂ.૫૬૦ સુધી બોલાયાં હતાં, જ્યારે ઉપરમાં રૂ.૧૦૬૦નાં ભાવ હતાં. હવે મોટા ભાગનાં પીઠામાં બસ્સો-પાંચસો ગુણીની આવક થવા લાગી છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું