મગફળીની આવકો ચાલુ સપ્તાહથી ઢગલાબંધ થવાની સંભાવના: દાણામાં વેપાર વધ્યાં

Peanut crop revenue is expected to pile up from this week Agriculture of Gujarat Trade in Peanut grain crop increased

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની આવકો શનિવારે પણ વધી હતી અને ચાલુ સપ્તાહથી જંગી માત્રામાં આવકો થાય તેવી સંભાવાના છે. 

શનિવારે સમગ્ર ગુજરાતમાં મળીને કુલ ૪૫થી ૪૮ હજાર ગુણીની આવક થઈ હતી અને સોમવારથી આ આવકો ૭૦ હજાર ગુણીથી લઈને એક લાખ ગુણીની વચ્ચે થાય તેવી પૂરી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. 

રાજકોટ યાર્ડમાં પણ સોમવારથી આવકો શરૂ કરવામાં આવશે. ૧૫ હજાર ગુણીની આવકનો અંદાજ છે. હળવદમાં ૮૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૦૦થી ૮૦૦ નબળામાં અન સારામાં રૂ.૬૦૦થી ૯રપનાં ભાવ હતાં. 

રાજકોટ યાડમાં આજથી આવકો શરૂ થશે: ઉત્તર ગુજરાતનાં પીઠામાં આવક વધી

ગોંડલમાં ૨૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ ૧૫ થી રર ટકા હવાવાળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૦૦ થી ૧૦૨૫ જીણી અને જાડીમા રૂ.૧૦૭૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં.

હિમતનગરમાં ૭ થી ૮ હજાર ગુણીની આવક સામે ભાવ રૂ.૬૭૫ થી ૧૧૫૦૦નાં હતાં. ડીસામાં પણ ૧૫૦૦ ગુણીની આવક હતી. 

જામનગરમાં એક હજાર ગુણી ઉપરની આવક હતી. જ્યારે કાલાવડમાં એકાદ હજાર ગુણી નવી મગફળીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું