કપાસિયાના ભાવ તૂટતાં કપાસમાં મણે રૂ.10 થી 15નો ઘટાડો, દેશાવરમાં કપાસના ભાવ વધ્યા

Agriculture in Gujarat Cottonseed prices fall by Rs 10 to Rs 15 per quintal, Agriculture in India cotton prices rise across the country

દેશમાં આજે કપાસની આવક વધીને ૧.૨૯ થી ૧,૩ર લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં આજે આવક થોડી વધી હતી પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને સાઉથના રાજ્યોમાં આવકોનો વધારો મોટો હતો. 

આજે ગુજરાતમાં ૨૭ હજાર ગાંસડીની આવક થયાના રિપોર્ટ મળી રહ્યા હતા. નોર્થમાં ૫૭ હજાર ગાંસડી, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેસમાં ૩૦ હજાર ગાંસડી અને સાઉથમાં ૧૬ થી ૧૭ હજાર ગાંસડીની આવક હતી. 

નોર્થમાં સીસીઆઈઇની(Cotton Corporation of India) સતત વધી રહેલી ખરીદીથી ખેડૂતોની વેચવાલી બે દિવસ અટકયા બાદ આજે ફરી વધી હતી. સીસીઆઇએ નોર્થમાંથી અત્યાર સુધીમાં ૨.૭૨ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી.

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ચાર થી સાડા ચાર લાખ મણની હતી જો કે સૌરાષ્ટ્રમાં કપાસની આવક ઘટી હતી કારણ કે સુકા કપાસ વધુ આવતાં ખેડૂતોની વેચવાલી અટકી રહી છે. 

સૌરાષ્ટ્રમાં આવક ઘટીને નવા કપાસની ૧.૪૦ થી ૧.૪૫ લાખ મણની હતી જેમાં મુખ્યત્વે બોટાદમાં ૪૦ હજાર મણ (રૂ.૮૦૦-૧૧૦૦), હળવદમાં ૭ હજાર મણ (રૂ.૧૦૦૦-૧૦૬૦), અમરેલીમાં ૧૨ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૭૫), જસદણમાં ૧૦ હજાર મણ (રૂ.૧૦૦૦-૧૦૬૦), બાબરામાં ૧૦ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૯૦) અને રાજકોટમાં ૧૦ હજાર મણ (રૂ.૯૮૦-૧૦૬૦) ની હતી.

નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૮૫૦-૯૫૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૮૦ હતા. નવા કપાસમાં આજે સારી ક્વોલીટીમાં રૂ.પ ઘટયા હતા પણ ઓવરઓલ ભાવ લગભગ ટકેલા હતા. 

જૂના કપાસની આવક આજે ૯ હજાર મણની હતી જેમાં રાજકોટમાં ૬ હજાર મણ  (રૂ.૮૦૦-૧૦૩૦) અને અમરેલીમાં ૩ હજાર મણ(રૂ.૮૦૦-૧૦૩૦)ની આવક હતી. જુના કપાસના ભાવ આજે ટકેલા હતા. 

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ ફરૂ.૧૦૬૦-૧૦૬૫ થયા હતા પણ મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૫ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૧૫ થી ૧૦ર૨રપ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ ઘટીને રૂ।.૯૫૦-૯૭૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૨૫- ૧૦૩૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૫૦ થી ૧૦૭૫ના ભાવ હતા. 

કડીમાં મહારાષ્ટ્રની આજે ૧૫૦ થી ૧૭૫ ગાડીની અને કાઠિયાવાડની ૧૦૦ થી ૧૨૫ ગાડીની આવક હતી. કડીમાં આજે કપાસમાં મણે રૂ।.૧૫ થી ૨૦ ઘટયા હતા કારણ કે કપાસિયાના ઘટાડાનું દબાણ કપાસના ભાવ પર પડયું હતું. 

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૯૮૦-૧૦૪૦, કાઠિયાવાડના કપાસના રૂ.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાતા હતા અને મેઇન લાઈનના કપાસના આજે રૂ.૯૮૦ થી ૧૦૬૦ના ભાવ બોલાતા હતા. કડીમાં આજે બધુ મળીને ૪૦૦ થી ૪૫૦ ગાડી કપાસની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું