પિલાણબર મગફળીમાં રૂ.10નો ઘટાડો, શીંગદાણામાં મજબૂતાઈ

Agriculture in Gujarat Peanuts crop price Rs10 reduction in crushed groundnuts, strength in groundnuts crop price

મગફળીની આવકો આજે ફરી એકવાર વધી હતી. રાજકોટ-ગોંડલમાં એક જ દિવસે આવકો ખોલવામાં આવતા આજે રાજ્યની કુલ આવકો વધીને ૩ થી ૩.૨૫ લાખ ગુણીની થઈ ગઈ હોવાનો અંદાજ છે, પરંતુ વેપારો ૨.૬૦ લાખ ગુણીનાં થયા છે. 

ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં પણ હવે સવા લાખ ગુણી ઉપરની આવકો થાય છે. આમ આવકો વધવાની સાથે નબળી ક્વોલિટીનાં માલ વધી ગયા હોવાથી પિલાણબરમાં રૂ.૧૦નો ઘટાડો હતો. 

જૂનાગઢમાં ખાંડીએ રૂ.૨૦૦ નીકળી ગયા હતાં. દાણાબરમાં બજારો સારી હતી, પરંતુ એ પણ ગમે ત્યારે ઘટી શકે છે.

ગોંડલમાં ૮૦ થી ૮૫ હજાર ગુણી અને ડોસામા ૬૫ હજાર ગુણી, રાજકોટમાં ૫૦ હજાર ગુણી આવક

ગોંડલમાં મગફળી ૮૫ હજાર ગુણીની આવક સામે રપ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જીણીમાં નીચામાં રૂ.૮૦૦ થી ૯૫૦ અને ઉપરમાં રૂ.૧૦૦૦ના ભાવ હતાં. જ્યારે જાડીમાં રૂ.૬૦૦ થી ૧૦૨૫ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં ૫૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦ થી ૯૭૦, ૨૪ નં.રોહીણી- મઠ્ઠડડીમાં રૂ.૯૦૦ થી ૧૦૧૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૦૦ થી ૯૮૦, જી-૨૦માં રૂ.૬૫૦ થી ૧૦૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૫૦નાં ભાવ હતાં. 

હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૯૦૦થી ૯૫૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦૦૦ થી ૧૦૫૦નાં ભાવ હતાં.

મહુવામાં કુલ ૩૭૦૦ ગુણી પડી હતી, જેનાં વેપાર થયા હતા અને ભાવ મગડીમાં રૂ.૯૮૫થી ૧૧૬૦, જીટુમાં રૂ.૮૪૦થી ૧૧૨૫, ટીજેમાં રૂ.૮૧૫ થી ૯૫૦ અને જી-ર૦માં રૂ.૮૮૦થી ૧૧૪૦નાં ભાવ હતાં.

ડીસામાં ૬૫૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦ થી ૧૧૦૬ના હતાં. હિંમતનગરમાં રર હજાર ગુણીની આવક હતી. પાલનપુરમાં ૨૮ હજાર ગુણી અને પાથાવાડામાં ૧૦ હજાર ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું