મગફળીની જંગી આવકો, પરંતુ માંગને પગલે રૂ.૫ થી ૧૦નો સુધારો

Agriculture in Gujarat huge groundnuts crop income but an improvement of Rs. 5 to 10 increase the peanut crop price demand

મગફળીની આવકો સતત વધી રહી છે અને હવે ૧,૭૦થી ૧.૯૦ લાખ ગુણીની વચ્ચે આવકો થવા લાગી છે. ગોંડલ-રાજકોટમાં નવી આવકો શરૂ થઈ હતી, જ્યાં અનુક્રમે ૭૦થી ૭૫ હજાર ગુણી અને ૪૦ હજાર ગુણીની આવકનો વેપારી અંદાજ છે. 

આવકો વધવા છત્તા સુકા માલમાં ઘરાકી સારી છે અને પાઈપલાઈન ખાલી હોવાથી દાણાબર અને પિલાણવાળા ઊંચા ભાવથી ખરીદતા હોવાથી મણે રૂ. ૫ થી ૧૦નો સુધારો થયો હતો. 

ગોંડલમાં બુધવારે રાત્રે આવકો કરતાં ૭૦થી ૭૫ હજાર ગુણીની આવક હતી અને ૩૦થી ૩૩ હજાર ગુણીનાં વેપાર હતા. હવે ૩૫થી ૩૮ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ જીણી-જાડીમાં રૂ.૮૦૦થી ૧૦૧૫ સુધીનાં ભાવ હતાં. 

રોહીણીમાં એક ૨૦૦ ગુણી રૂ.૧૦૮૬માં બિયારણવાળા લઈ ગયાં હતા, જ્યારે ર૪ નંબરમાં રૂ.૧૦૧૦નાં ભાવથી વેપાર થયાં હતાં. 

રાજકોટમાં ૪૦ હજાર ગુણીની આવક હતી અને ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૨૦થી રપ હજાર ગુણી માલ પેર્ન્ડિંગ પડ્યો છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૩૦થી ૯૪૦, ર૨૪ નં.રોહીણીમાં રૂ.૮૬૦થી ૯૪૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૨૦થી ૯૩૦, જી-ર૦માં રૂ.૯૦૦થી ૧૦૨૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૧૦૩૦૦નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩થી ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૮૦૦થી ૮૭૫ અને સારામાં રૂ.૯૫૦ સુધીનાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૨૦ હજાર ગુણી ઉપરની આવક હતી અને ભાવ રૂ.૬૫૦થી ૧૧૬૨નાં હતાં. ડીસામાં ૨૦થી ર૨ હજાર ગુણી, ઈડરમાં ૭ હજાર ગુણી, પાલનપુરમાં ૪૮૦૦ ગુણીની આવક હતી. પાથાવાડામાં ૪૫૦૦ ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું