ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ૮૦ હજાર ગુણી આવક છતાં બજાર સુધરી

Agriculture in Gujarat market improved despite the arrival of 80,000 bags of peanuts crop at the Gondal Market Yard

સૌરાષ્ટ્રમાં મગફળીની પુરજોશમાં મોસમ ચાલી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટના ગોંડલ અને જામનગરના કાલાવડ વિસ્તારમાં મગફળીની કાપણી માથે વરસાદ પણ પડી રહ્યો છે. 

ખેડૂતો માટે મગફળી ખરીફ સિઝનમાં મહત્વ ધરાવતો પાક છે. જે કંઇ પલળ્યા વગરનો માલ હાથવગો કરવા ખેડૂતો મથામણ કરી રહ્યાં હોવા, છતાં ક્યારેક વરસાદની ઝપટે ચડી જાય છે.

મગફળીની તવ્યરિત કાપણી સાથે રાજકોટ અને ગોંડલ પીઠાઓમાં હોંબેશ આવકો ચાલું થઇ ચૂકી છે. ક્યારેક તો વધુ આવકો અને વરસાદના ભય હેઠળ મગફળીની આવકોને બ્રેક પણ મારવામાં આવે છે. 

રવિવારના દિવસે રાત્રે ૯ કલાકે ગોંડલ યાર્ડના દરવાજા ખુલવાના હતા, ત્યારે નેશનલ હાઇવે પર વહાનોની કતારો લાગી ગઇ હતી. સવારે યાર્ડના ડોમ ઉપરાંત ખુલ્લા મેદાનમાં નાખી નજર કરો, ત્યાં સુધી મગફળીની ગુણીઓ જ નજરે પડતી હતી. જે પ્રગટ તસવીરમાં જોઇ શકાય છે.

ગોંડલ યાર્ડના વેપારીઓના કહેવા મુજબ રવિવારના દિવસે ખુલ્લી મુકવામાં આવેલ આવકમાં અંદાજે ૭૫ હજાર થી ૮૦ હજાર ગુણીની આવક થઇ હતી. હાલ ૩૯, ૬૬, રોહિણી જેવી મગફળીની આવકો થઇ રહી છે. મગફળીમાં ૪૦ ટકા સારી અને ૬૦ ટકા રેઇન ડેમજ આવકો થઇ રહી છે. 

એવરેજ મગફળીમાં પ્રતિ ૨૦ કિલોના રૂ.9૦૦ થી રૂ.૯૫૦ સુધી અને સુપર સૂકો મગફળીમાં રૂ.૯૫૦ થી રૂ.૧૦૬૦ સુધીના ભાવ થયા હતા. મગફળીની બજારમાં જંગી આવક વચ્ચે પણ પ્રતિમણ રૂ.રપ થી રૂ.૩૦નો સુધારો જોવા મળ્યો હતો.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું