વરસાદી વાતાવરણ હળવું થતાં દેશાવરમાં કપાસની આવક વધી, સૌરાષ્ટ્રમાં રેઇનડેમેજ કપાસની આવક વધી

Agriculture in Gujarat rainy weather eases, the income of cotton crop price increases Agriculture in India the income of reindeer cotton crop increases in Saurashtra.

દેશમાં આજે કપાસની આવક વધીને ૧.૨૦ થી ૧.રર લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં હવે કપાસની આવક વધતી અટકી ગઇ છે કારણ કે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા દેખાવા લાગતાં હાલ ખેડૂતોની વેચવાલી અટકી ગઇ છે. 

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી વાતાવરણ હળવું થતું આવકો વધી હતી. મહારાષ્ટ્રમાં આજે આવક વધીને ૧૮ હજાર ગાંસડી અને ગુજરાતમાં ર૬ લાખ ગાંસડી આવક થયાના રિપોર્ટ હતા. દેશાવરમાં કપાસના ભાવ ટકેલા હતા પણ ભાવમાં મજબૂતી જોવા મળી હતી.

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને અઢી લાખ મણની હતી અને સૌરાષ્ટ્રમાં આવક વધીને નવા કપાસની ૧.૬૫ થી ૧.૭૦ લાખ મણની હતી જેમાં મુખ્યત્વે બોટાદમાં ૪૦ હજાર મણ (રૂ.૮૦૦-૧૧૦૦), હળવદમાં ૧૮ હજાર મણ (રૂ.૧૦૦૦-૧૧૦૦), અમરેલીમાં ૧૧ હજાર મણ (રૂ.૯૦૦-૧૦૭૫), જસદણમાં ૧૦ હજાર મણ (રૂ.૯૫૦-૧૦૬૦), બાબરામાં ૧૨ હજાર મણ (રૂ.૯૧૦-૧૧૦૦) અને રાજકોટમાં ૧૦ હજાર મણ (રૂ.૯૮૦-૧૦૭૦)ની હતી. 

નવા કપાસમાં નીચામાં ભાવ રૂ।.૯૦૦-૯૫૦ અને ઊંચામાં રૂ.૧૦૭૫ થી ૧૦૭૫ હતા. નવા કપાસમાં આજે સારી કવોલીટીમાં રૂ।.૧૦ ઘટયા હતા પણ ઓવરઓલ ભાવ લગભગ ટકેલા હતા. 

જૂના કપાસની આવક આજે ૯ હજાર મણની હતી જેમાં રાજકોટમાં ૬ હજાર મણ રૂ।.૮૦૦-૧૦૩૦ અને અમરેલીમાં ૩ હજાર મણ રૂા.૮૦૦-૧૦૨૫ની આવક હતી. જુના કપાસના ભાવ આજે ટકેલા હતા. 

સૌરાષ્ટ્રમાં રેઇનડેમેજ કપાસની આવક વધી હતી જેને કારણે કેટલાંક સેન્ટરમાં ભાવ નીચા બોલાતા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે ટકેલા હતા. નવા કપાસ ૧૭ થી ૨૦ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૦૬૫-૧૦૭૦ થયા હતા પણ મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૫ થી ૧૦૬૫ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૨૫ થી ૧૦૪૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૮૦-૯૮૫ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના રૂ।.૧૦૪૦-૧૦૫૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૩૦ થી ૧૦૪૦ હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ મણે રૂ।.૫ થી ૭ ઘટયા હતા. 

કડી પહોંચ આજે મહારાષ્ટ્રના કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૪૦ બોલાતા હતા. કડીમાં મહારાષ્ટ્રની આજે ૧૦૦ થી ૧૨પ ગાડીની અને કાઠિયાવાડની ૧૫૦ થી ૧૬૦ ગાડીની આવક હતી. 

કડીમાં કાઠિયાવાડના કપાસના રૂ।.૫ ઘટીને રૂ.૧૦૭૫ થી ૧૦૮૦ બોલાતા હતા. મેઇન લાઇનના કપાસના આજે રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ના ભાવ બોલાતા હતા. કડીમાં આજે બધુ મળીને ૩૫૦ થી ૪૦૦ ગાડી કપાસની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું