મગફળીમાં ઝડપી ઉછાળોઃ સારી ક્વોલિટીમાં મણે રૂ.50નો ઉછાળો આવ્યો

Agriculture in Gujarat rapid rise in crop price: Good quality increased by Rs. 20 per 20 kg in groundnut price

સીંગતેલમાં ઝડપી તેજીને પગલે મગફળીમાં પણ આજે લાવલાવ હતી. મગફળીમાં પિલાણવાળાની સાથે દાણાવાળા અને વધારામાં બિયારણવાળા ઊંચા ભાવથી મગફળી ખરીદી રહ્યાં હોવાથી આજે સરેરાશ મગફળીનાં ભાવમાં રૂ.૨૦થી લઈને બિયારણબરમાં રૂ.૫૦ સુધીનો ઉછાળો આવ્યો હતો. અમુક સેન્ટરમાં ઊંચામાં રૂ.૧૩૦૦ સુધીનાં ભાવ પણ હતા. મગફળીની આવકો રૂ.૫૦ લાખ ગુણી આસપાસ થઈ હોવાનો અંદાજ છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે આ સંજોગોમાં બજારો વધુ વધશે તો સરકારનાં ભાગમાં મગફળી આ વર્ષે એક લાખ ટન પણ ન આવે તેવી પૂરી સંભાવનાં રહેલી છે. સોમવારથી સરકારી ખરીદી ચાલુ થવાની છે, પરંતુ ખેડૂતોને રૂ.૯૫૦થી ૧૦૦૦નાં ભાવ મળે તો તેઓ લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર નથી.

ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જીણીમાં નીચામાં રૂ.૮૦૦થી ૯૫૦ અને ઉપરમાં રૂ.૧૦૦૦ના ભાવ હતાં. જ્યારે જાડીમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ સુધીનાં ભાવ હતાં. સા ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૨૦ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૧૦૦૦, ર૪ નં.રોહીણી-મટ્ડડીમાં રૂ.૯૦૦થી ૧૦૮૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૧૦૧૦, જી-ર૦માં રૂ.૬૭૦થી ૧૦૬૪ અને ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૨૦૦નવાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૯૦૦થી ૯૯૦નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૬૫૦થી ૯૭૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦૦૦થી ૧૦૭૦નાં ભાવ હતાં.

મહુવામાં ર૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૯૫થી ૧૧૮૫, જી-પમાં રૂ.૬૪૫થી ૧૨૦૯નાં ભાવ હતાં. જી.ર૦માં રૂ.૬૧૦થી ૧૧૮૦નાં ભાવ હતાં.

ડીસામાં ૬૫૭૦૦ ગુણીની આવક હતી. હિંમતનગરમાં ૨૦ હજાર ગુણીની આવક હતી. રમતનગરમાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૨૪૧નાં ભાવ હતાં.  પાલનપુરમાં ૩૫ હજાર ગુણી અને પાથાવાડામાં ૪૦ હજાર ગુણીની આવક હતી. ઉત્તર ગુજરાતમાં ચાર સેન્ટરની મળીને ૧.૫૦ લાખ ગુણીની આવક થાય છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું