ગુજરાતમાં કપાસની આવક એકધારી વધતાં જુના કપાસના ભાવ સતત બીજે દિવસે ઘટયા

Agriculture in Gujarat the old cotton crop price fell for the second day in a row as cotton crop income continued to rise

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૧. ૬૦ થી ૧.૪૬૫ લાખ મણ નજીક પહોંચી હતી. બોટાદ અને હળવદ આજે નવા કપાસની આવક ૩૦-૩૦ હજાર મણ થઇ હતી. 

નવા કપાસની આવક ઝડપથી વધી રહી હોઇ આજે જૂના કપાસના ભાવમાં મણે રૂ।.૧૦નો ઘટાડો નોંધાયો હતો. આજે નવા કપાસની આવક રાજકોટમાં ૭૦૦૦ મણ ( રૂ.૮૨૫ થી ૯૪૦), બોટાદમાં ૩૦ હજાર મણ ( રૂ.૭૫૦-૧૦૦૦), હળવદમાં ૩૦ હજાર મણ (રૂ.૭૫૦-૯૫૦), અમરેલીમાં ૧૫ હજાર મણ (રૂ.૮૦૦-૯૭૫), સાવરકુંડલામાં ૧૦ હજાર મણ (રૂ.૮૫૦-૯૭૦), જસદણમાં ૧ર હજાર મણ (રૂ.૮૦૦-૯૪૦), જામજોધપુરમાં ૨૦૦૦ મણ (રૂ.૮૫૦-૯૫૦), ગોંડલમાં ૧૫૦૦ મણ (રૂ.૭૫૦-૧૦૧૧), બાબરામાં ૯૦૦૦ મણ (રૂ.૭૨૦-૯૫૦), વાંકાનેરમાં ૭ હજાર ગુણી (રૂ.૭૦૦-૯૬૦),મોરબીમાં ૧૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૧), તળાજામાં ૯૦૦૦ મણ (રૂ.૮૫૦-૯૮૦) ,ગઢડામાં ૪૮૦૦ મણ (રૂ.૭૭૦-૯૯૦),રાજૂલામાં ૪૫૦૦ મણ (રૂ.૬૭૫-૧૦૦૫), ઢસામાં ૬ હજાર (રૂ.૭૦૦-૧૦૧૦) અને વિજાપુરમાં પ હજાર મણ (રૂ.૮૫૦-૯૫૦) ની આવક હતી.નવા કપાસની આવક આજે વધીને ૧.૬૦ થી ૧.૬૫ લાખ મણની હતી જે ગઇકાલે ૧.૨૪ લાખ મણની હતી. જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૬૦૦૦ મણ (રૂ।.૮૦૦-૯૭૦), અમરેલીમાં ૫૦૦૦ મણ( રૂ.૭૫૦-૯૭૫), જામજોધપુરમાં ૧૫૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), અને ગોંડલમાં ૧૦૦૦ મણ (રૂ.૭૫૦-૧૦૧૦)ની આવક હતી. જુના કપાસની આવક આજે ૧૫ હજાર મણની હતી જે ગઇકાલે ૧૭-૧૮ હજાર મણની હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું