
ગોંડલમાં નવી આવકો બંધ હોવાથી મગફળીની આવકોને આજે અસર પહોંચી હતી. બીજી તરફ રાજકોટ યાર્ડ પણ જગ્યા ન હોવાથી અને સામે લેવાલી એકદમ ઓછી હોવાથી નવી આવકો બંધ કરી છે.
વળી બીજી ઓક્ટોબરે યાર્ડમાં જાહેર રજાને કારણે બંધ રહેશે, જેને પગલે પણ યાર્ડમાં માલ પડી રહે તેવું કોઈ ઈચ્છતું નથી. શનિવારે રાજકોટ- ગોંડલમાં નવી આવકો કેટલી થાય છે તેનાં ઉપર બજારનો આધાર છે.
વેપારીઓ કહેછેકે ટેકાનાં ભાવની ખરીદીનાં દિવસો નજીક આવી રહ્યાં હોવાથી ખેડૂતો હાલ સારો માલ લઈને બજારમાં આવતા નથી, કારણ કે સારી મગફળીમાં ભાવ રૂ.૧૦૦૦ આસપાસ મળે છે.
હાલ ખેડૂતોની પ્રાયોરિટી નબળો અને પલળેલો માલ યાર્ડમાં લઈને ખાલી કરવાનાં મૂડમાં છે. બીજી તરફ દાણાવાળા કે ઓઈલ મિલો નબળી મગફળી લેવા તૈયાર નથી, જેને પગલે વેપારો ખાસ થત્તા નથી.
ટેકાનાં ભાવની ખરીદીનાં દિવસો પણ નજીક હોવાથી સારો માલ રાખી મુકતા ખેડૂતો
હળવદમાં ૧૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૭૫૦ થી ૮રપ અને સારામાં રૂ.૯૦૦ થી ૯રપનાં ભાવ હતાં.
ગોંડલમાં ૩૦થી ૩૫ હજાર ગુણી પેન્ડિંગ હતી, જેમાંથી ૧૬થી ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા અને ૧૫ હજાર ગુણી હજી પેન્ડિંગ પડી છે.
ભાવ રૂ.૬૦૦ થી ૮૦૦ નબળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૭૫ થી ૯૫૦ જીણી અને જાડીમા રૂ.૧૦૦૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં. નબળા માલમાં રૂ.૫૦ નીકળી ગયાં હતાં.
રાજકોટમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને પાંચ હજાર ગુણી પેન્ડિંગ હતી. ભાવ ટીજે ૩૭માં ર્.9૦૦થી ૯૩૦નાં ભાવ હતાં. ર૪ નંબર રોહીણીમા રૂ.૭૩૦થી ૯૫૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૦૦થી ૮૮૦નાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને ૩થી ૪ હજાર ગુણી પેન્ડિંગ રહી હોવાનો અંદાજ છે. ભાવ રૂ.૯૮૦થી ૧૧૭૦નાં હતાં. ડીસા આજે પૂનમને કારણે બંધ હતું.