લસણમાં બિયારણની માંગને કારણે ભાવમાં મજબુતાઈનો માહોલ

An atmosphere of strength in garlic market prices due to demand for garlic seeds farming in Gujarat

લસણાં બિયારણની માંગને પગલે ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ગોંડલ આજે બંધ હતું, પંરતુ બીજા પીઠાઓમાં પણ લસણની આવકો ખાસ વધી નથી. જ્યારે બિયારણની માંગ સારી હોવાથી ભાવ ઊંચા બોલાય રહ્યાં છે.

રાજકોટમાં લસણની ૬૦૦થી૭૦૦ બોરીની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.9૫૦થી ૮૫૦, મીડિયમ ક્વોલીટમાં રૂ.૮૫૦થી ૯૫૦, રાશબંધમાં  રૂ.૧૦૦૦થી ૧૨૦૦, લાડવામાં રૂ.૧૩૦૦થી ૧૫૦૦ અને એક્સટ્રા સુપર ક્વોલિટીમાં રૂ.૧૭૦૦નાં ભાવ પ્રતિ ૨૦ કિલોનાં હતાં.

સારી ક્વોલિટીનાં લસણનાં ભાવ ઊચામાં રૂ.૧૪૦૦ સુધી બોલાયાં

જામનગરમાં લસણની ૯૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ રૂ.૯૦૦ થી ૧૬૦૦નાં ભાવ થયાં હતાં.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ લસણની આવકો હાલ ઓછી છે. આજે કેટલાક સેન્ટરમાં રજા પણ હતી, જેને પગલે પણ આવકોને અસર પોહચી હતી.

વેપારીઓ કહે છેકે લસણનાં વાવેતર ચાલુ વર્ષે ખૂબ જ સારા થાય તેવી ધારણાં છે. ખેડૂતોએ બિયારણ માટે લસણની ખરીદી હાલ વધારી દીધી છે અને કેટલાક વિસ્તારમાં વાવેતર પણ શરૂ થઈ ગયાં છે.

લસણનાં વાવેતર દિવાળી પછી ઝડપથી વધે તેવી ધારણાં છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારા વાવેતર થવાની ધારણાં છે. જ્યારે દેશાવરમાં પણ વાવેતર વધી શકે છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું