ગુજરાતમાં કપાસની સરકારી ખરીદી નવેમ્બર પહેલા શરૂ ન થવાનાં સંકેત

Indications that government procurement of cotton crop Agriculture in Gujarat will not start before November

ગુજરાતમાં નવા કપાસની વકો શરૂ થવા લાગી છે, પંરતુ સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ટેકાના ભાવથી ખરીદી નવેમ્બર મહિના પહેલા શરૂ થાય તેવી સંભાવનાં ઓછી હોવાનાં સંકેત ખુદ સીસીઆઈએ જ આપ્યાં હતાં.

તાજેતરમાં મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં કોટનની ખરીદી અંગે રાજ્ય સરકાર સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રનાં સહકારી અને માર્કર્ટિંગ મંત્રી બાલાસાહેબ પાટીલ પણ ઉપસ્થિત રહ્યાંહતાં. 

જેમાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટવ કોટન ગ્રોવર્સ ફેડરેશનનાં અધિકારીઓ અને સીસીઆઈનાં મેનેજિંગ ડિરેકટર પીકે અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

આ બેઠકમાં સીસીઆઈ વડાએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સરકારનાં નક્કી કરેલા માપદંડો પ્રમાણેની ક્વોલિટીવાલો કપાસ ઓક્ટબર અંત કે નવેમ્બરનાં પહેલા સપ્તાહમાં જ આવે તેવી ધારણાં છે, જેને પગલે સરકારી ખરીદી પણ ત્યારથી જ શરૂ કરવામાં આવશે. 

ચાલુ વર્ષે ચોમાસાએ વિદાય મોડી લીધી હોવાથી શરૂઆતમાં એફએક્યુ ક્વોલિટીનો કપાસ આવતો નથી. આમ ગુજરાતમાં પણ સરકારી ખરીદી નવેમ્બર પહેલા શરૂ થવાનાં એંધાણ દેખાતા નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું