વરસાદને પગલે ડુંગળીમાં વાવેતર ફેઈલ: ભાવ આસમાને પહોંચ્યા

Onion planting fails due to rains Agriculture in Gujarat: Onion crop Prices to high

ડુંગળીની બજારમાં વરસાદને પગલે વાવેતર ફેઈલ અને સાઉથમાં મોટા ભાગનાં પાક બળી ગયો હોવાથી ડુંગળીની બજારમાં આજે ઝડપી તેજી જોવા મળી રહી હતી. 

નાશીકની બજારમાં તેજીને પગલે સૌરાષ્ટ્રમાં પણ ડુંગળીનાં ભાવમાં એક જ દિવસમાં રૂ.૩૦૦થી ૪૦૦નો મણે સુધારો આવ્યો હતો. રાજકોટમાં ડુંગળીનાં ભાવ વધીને ઊપરમાં રૂ.૧૨૫૦ પ્રતિ મણનાં ભાવ બોલાયાં હતાં. 

મહુવામાં લાલ ડુંગળીની ૩૧૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૨૦૫ થી ૧૧૨૧નાં હતાં, જે શનિવારે રૂ.૮૫૦ સુધીનાં ભાવ હતાં. ગોંડલમાં ૨૫૦૦ ગુણીની આવક સામે ભાવરૂ.૧૫૦થી ૧૦૯૧ સુધીનાં ભાવ સારી ક્વોલિટીમાં બોલાયાં હતાં.

ડુંગળીનાં ભાવમાં એક જ દિવસમાં મણે રૂ.૩૦૦ થી ૪૦૦નો ઉછાળો

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે સાઉથમાં ગત સપ્તાહે આવેલા  પૂરને કારણે ડુંગળીનો પાક સંપૂર્ણ ફેઈલ ગયો છે. આ વર્ષે આયાતી ડુંગળી ફરી બજારમાં દેખાવા લાગશે. 

ગુજરાતમાં પણ ખેડૂતોએ બે-બે ત્રણ વાર વાવેત કર્યા હોવા છત્તા વરસાદને પગલે ફેઈલ જત્તા નવી ડુંગળી હવે જાન્યુઆરી પહેલા રેગ્યુલર ચાલુ થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું