ઘઉંમાં નિકાસ વેપાર ને પગલે ભાવમાં ઝડપી ઉછાળો

Rapid rise in wheat crop prices following wheat export trade in Agriculture in Gujarat

ઘઉ બજારમાં નિકાસ પડતર લાગતાની સાથે જ બજારો ઝડપથી ઉછળવા લાગ્યાં છે. ઘઉંની નિકાસ ચાલુ નાણાકીય વર્ષેમાં પહેલાથી જ ગત વર્ષની તુલનાએ સારી છે ત્યારે તાજેતરમાં ભાવ સિઝનનાં તળિયે પહોંચી ગયાં હોવાથી નિકાસ વેપાર થત્તા ગુજરાતમાં મિલબર ક્વોલિટીનાં ભાવ ઝડપથી રૂ.૧૫૦ વધી ગયાં છે. બીજી તરફ બિયારણની પણ સારી માંગ હોવાથીબજારને મોટો ટેકો મળી રહ્યો છે.

અમદાવાદની મિલોનાં ભાવ ઘઉંનાં લોકડાઉન પહેલા વધીને રૂ.૨૨૦૦ આસપાસ પહોંચ્યા હતાં, જે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(Pradhan Mantri Garib Kalyan Yojana) હેઠળ નવેમ્બર સુધી મફત અનાજ વિતરણની જાહેરાતને પગલે ચાલુ મહિનાની શરૂઆતમાં આ ભાવ ઘટીને રૂ.૧૫૮૦-૧૬૦૦ સુધી પહોંચ્યાં હતાં. આ ભાવથી નિકાસમાં પડતર લાગતા છેલ્લા દશેક દિવસમાં રૂ.૧૫૦નો ઉછાળો આવતાં ભાવ વધીને રૂ.૧૭૫૦ની સપાટીએ પહોંચ્યાં છે.

ગુજરાતમાં ઘઉંનાં ભાવ દશેક દિવસમાં ક્વિન્ટલે રૂ.150 વધ્યા

ઘઉનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે સારા વરસાદથી બિયારણની માંગ તો સારી હતી, પરંતુ નિકાસમાં પણ થોડા વેપારો થયા છે. એક અંદાજ પ્રમાણે ૫૦થી ૭૦ હજાર ટન વચ્ચે નિકાસ વેપારની ધારણાં છે. 

બે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાતમાંથી ખરીદેલા ઘઉં હાલ નિકાસ કરી રહી છે. પરિણામે આ કંપનીઓની લેવાલી પણ હાલ સારી છે. આવી સ્થિતિમાં ઘઉંનાં ભાવમાં હજી પણ ક્વિન્ટલે રૂ.૫૦થી ૭૫નો વધારો થઈ શકે છે.

ગુજરાતમાંથી અગાઉ શ્રીલંકામાં ર૪પ ડોલરમાં વેપારો થયા હતા, જે હવે ર૬૦થી ર૬૫ ડોલર બોલાય છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ ગુજરાતનાં ઘઉં નિકાસ થઈ રહ્યાં છે. 

વૈશ્વિક ભાવ છ વર્ષની ટોચેઃ ગુજરાતનાં ઘઉં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પહોંચ્યા

હાલ નિકાસકારોને માલ મળતો નથી, જો પૂરતો માલ મળે તો એક લાખ ટનની નિકાસનાં ચાન્સ છે.

વૈશ્વિક બજારમાં ઘઉનાં ભાવ છ વર્ષની ટોચે પહોંચ્યાં છે. શિકાગો બેન્ચમાર્ક ઘઉં વાયદો વધીને ૬.૩૬ ડોલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો, જે ર૪મી ડિસેમ્બર ૨૦૧૪ બાદની સૌથી ઊંચી સપાટી છે. 

રશિયન ઘઉનાં ભાવ 255 ડોલર પ્રતિ ટન બોલાય રહ્યાં છે, જે પણ ઓગસ્ટ મધ્યની લોથી ૨૭ ટકા વધી ગયા છે. એ સમયે ભાવ ૧૯૫ ડોલર સુધી પહોંચ્યાં હતાં.

વૈશ્વિક બજારમાં ઘઉંની તેજી વિશે એનાલિસ્ટો કહે છેકે રશિયા અને આર્જન્ટિનામાં ઘઉંનાં ઊભા પાક ઉપર દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ઉતારાને અસર પહોંચી છે, જેને પગલે ભાવ ઊંચકાયાં છે. 

વૈશ્વિક ઘઉંનાં પાકનાં અંદાજો આગામી દિવસોમાં વધુ ઘટે તેવી સંભાવનાં છે. બીજી તરફ ચીન અમેરિકાથી  મકાઈ-ઘઉની મોટી ખરીદી કરી રહ્યું હોવાથી પણ શિકાગો વાયદો ઊંચકાય રહ્યો છે. 

જો રશિયન બજાર હજી વધશે તો શિકાગો વાયદો પણ ઊંચકાશે અને ભારતીય નિકાસ પણ વધવાનાં ચાન્સ છે. ઘઉંની સત્તાવાર બમણી નિકાસ કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બરની ઘઉની નિકાસ ગત વર્ષની તુલનાએ ૨૦૬ ટકા વધી હતી, જોકે ડિટેલ વિગતો આવી નથી. 

એપ્રિલથી ઓગસ્ટમાં સત્તાવાર રીતે અિકાસ ગસ્ટમાં સત્તાવાર રીતે નિકાસ ૨.૧૭ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૧.૦૬ લાખ ટનની થઈ હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું