કપાસમાં ખેડૂતોની મજબૂત પકક્ડથી ગુજરાતમાં આવક ઘટી

Strong grip of Gujarat farmers in cotton income reduces Agriculture in Gujarat

ગુજરાતના કપાસના ખેડૂતોની મજબૂત પકક્ડથી બુધવારે કપાસની આવક ઘટીને સવા બે લાખ મણ જ નોંધાઇ હતી જે ગયા સપ્તાહે એક તબક્કે ત્રણ લાખ મણ થઇ હતી. આજે ગામડે બેઠા પણ કપાસમાં વેચવાલી ઓછી હતી જેને કારણે ગામડે બેઠા ભાવ રૂ।.૧૦ વધ્યા હતા.

દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૩૫ થી ૧.૩૬ લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં આવકનો ઘટાડો અટકીને બુધવારે આવક વધીને ૬૦ હજાર ગાંસડી નોંધાઇ હતી. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવકો વધી હતી પણ મધ્યપ્રદેશ અને સાઉથ ઇન્ડિયાના રાજ્યોમાં આવક ઓછી વધી હતી.

ગુજરાતમાં આજે નવા કપાસની ઓવરઓલ આવક ચાર થી સવા ચાર લાખ મણની જળવાયેલી હતી કારણ કે મહારાષ્ટ્રના કપાસની આવક વધી હતી પણ માર્કેટયાર્ડોમાં અને ગામડે બેઠા કપાસની આવક ઘટી હતી. અને સૌરાષ્ટ્રમાં કપાસની આવક બુધવારે જળવાયેલી હતી. 

સૌરાષ્ટ્રમાં આવક નવા કપાસની ૧.૬૦ થી ૧.૬૫ લાખ મણની હતી.નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ।.૯૦૦-૯૫૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૭૫ હતા. નવા કપાસમાં આજે ભાવ જળવાયેલા હતા અને ટોન મજબૂત હતો. જૂના કપાસની આવક આજે ૧૦ હજાર મણની હતી જેમાં જુના કપાસના ભાવ પણ આજે સતત બીજે દિવસે મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ બુધવારે ટકેલા હતા. ભૂર પવન અને તડકા પડવા લાગતાં હવાનું પ્રમાણ ઘટતાં તેમજ ખેડૂતોની મજબૂત પક્કડથી કપાસના ભાવ ઘટતાં અટકી ગયા છે. 

નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ ફરૂ.૧૦૭૦-૧૦૭૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૦ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૦૦ થી ૧૦૧૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૧૦ સુધરીને રૂ।.૯૫૫-૯૮૫ ભાવ હતા અને કેટલાંક સારા ગ્રેડના જૂના કપાસના રૂ.૧૦૦૦ સુધી ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૫ સુધરીને રૂ.૧૦૨૫-૧૦૫૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૬૦ થી ૧૦૭૫ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૪૫૦ થી ૫૦૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી અને ભાવ રૂ.૨ થી ૩ સુધરીને રૂ.૯૭૦ થી ૧૦૪૫, મેઇન લાઇનના ૬૦ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી અને ભાવ રૂ.૧૦ સુધરીને રૂ.૧૦૮૦ થી ૧૦૯૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું