
સૌરાષ્ટ્રમાં સફેદ અને કાળા તલના પાક પર છેલ્લે સુધી વરસાદનો કહેર ચાલુ રહેતાં હવે સફેદ અને કાળા મળીને ૨૦ થી રપ હજાર ટનનું જ ઉત્પાદન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે એમાંય ૯૦ ટકા તલ માત્રને માત્ર ક્રશીંગમાં ચાલશે જે ૧૦ ટકા બચશે તે લોકલ ખાવાવાળાની ઘરાકીમાં વપરાશે.
તલના અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, અને રાજસ્થાનના નવા તલની આવક તા.૧૫મી ઓકટોબર પહેલા શરૂ થાય તેવી શક્યતા નથી.
આ ત્રણેય રાજ્યોના તલની આવકનું પ્રેશર માર્કેટમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ જોવા મળશે. આ સંજોગોમાં સફેદ કે કાળા તલમાં હાલ ભાવ ટૂંકી વધ-ઘટે અથડાતા રહેશે.
આજે ગુજરાતમાં સફેદ તલની આવક ૨૭૦૦ ગુણીની હતી અને ભાવ મણનો રૂ।.૧૬૦૦ થી ૧૭૦૦ હતો જ્યારે કાળા તલની આવક ૧૫૦૦ ગુણીની હતી અને ભાવ મણનો રૂ।.૨૫૫૦ થી ૨૯૦૦નો હતો.