સીગતેલની પાછળ મગફળી પણ તુટીઃ મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો

farming in Gujarat Peanuts crop price also fell behind Singtel, groundnut reduction of Rs10 to Rs20 per 20 kg

સીંગતેલની બજારમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારો પણ તુટી ગઈ છે. મગફળીનાં ભાવમાં આજે ગઈકાલની તુલનાએ અડધી એટલે કે ત્રણ લાખ ગુણીની અંદર આવકો હોવાનો અંદાજ છે અને પિલાવાળા લેવામાંથી ખસી ગયા હોવાથી ભાવમાં રૂ.૧૦થી ૨૦નો ક્વોલિટી પ્રમાણે ઘટાડો થયો હતો.

બીજી તરફ જામનગરનાં એક બ્રોકરે જણાવ્યું હતુંકે સાઉથાવાળાની બિયારણની ઘરાકી હવે પૂરી થવામાં છે. એ લોકો દર વર્ષે નવરાત્રી આસપાસ ખરીદો કરવા આવતા હોય છે અને શરદ પુનમ આસપાસ જત્તા રહે છે, જેને પગલે સાઉથની બિયારણની ઘરાકી જો પૂરી થઈ જશે તો સારી ક્વોલિટીની મગફળી ઘટીને રૂ.૧૧૫૦ સુધી નીચે આવે જાય તેવી ધારણાં છે. જામનગરમાં ઊંચામાં આજે રૂ.૧૪૨૦નાં ભાવ હતાં. જે ગઈકાલે રૂ.૧૪૬૫ હતાં.

ઉત્તર ગુજરાતમાં મગફળીની આવકોમાં ઘટાડો થવા લાગ્યોઃ દાણામાં કડાકો

ગોંડલમાં ૩૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જીણીમાં રૂ.૬૦૦થી ૧૦રપ અને જાડીમાં રૂ.૬૦૦થી ૧૧૨૬નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦સુધીનાં ભાવ હતા.

રાજકોટમાં રવિવારે ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૧૦૨૦, ૨૪ નં. રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૦૦થી ૧૦૪૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૧૦૧૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૧૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૩૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

મહુવા-જામનગરમાં આજે નવી આવક નહોંતી

ઉત્તર ગુજરાતમાં ડીસામાં ૩૯ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૧૭૧નાં હતાં. જ્યારે હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી. પાલનપુરમાં રપ હજાર ગુણી, પાથાવાડમાં રપ હજાર ગુણી, ઈડરમાં ૧૨ હજાર ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું