નવા કપાસની આવક ગુજરાતમાં એક લાખ મણ નજીક પહોંચી, ભાવ ઘટયા

new cotton crop income reached close to one lakh mounds Agriculture in Gujarat, cotton crop prices fell

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને એક લાખ મણ નજીક પહોંચી હતી. બોટાદમાં આજે નવા કપાસની આવક ૩૮ હજાર મણ થઈ હતી. 

નવા કપાસની આવકનું દબાણ વધતાં આજે હલકા કપાસમાં મણે રૂ।.૧૫ થી ૨૦ અને સારા કપાસમાં મણે રૂ.૫ ઘટયા હતા. 

આજે નવા કપાસની આવક રાજકોટમાં ૪૦૦૦ મણ ( રૂ।.૭૫૦ થી ૯૯૦), બોટાદમાં ૩૮૦૦૦ મણ ( રૂ।.૬૦૦-૧૦૦૦), હળવદમાં ૧૪૫૦૦ મણ (રૂ।.૬૮૦-૧૦૦૦), અમરેલીમાં ૧૩૦૦૦ મણ (રૂ.૮૦૦-૯૭૫), સાવરકુંડલામાં ૫૦૦૦ મણ (રૂ.૭૫૦-૯૫૦), જસદણમાં ૫૦૦૦ મણ (રૂ।.૭૦૦-૯૫૦), જામજોધપુરમાં ૪૦૦ મણ (રૂ।.૮૩૦-૯૨૫), બાબરામાં ૪૦૦૦ મણ[રૂા.૬૬૦-૯૮૦), વાંકાનેરમાં ૬૦૦૦ ગુણી (રૂ।.૭૦૦- ૧૦૭૪),મોરબીમાં ૭૫૦ મણ (રૂ.૭૫૦-૯૪૧), તળાજામાં ૧૨૦૦ મણ (રૂ.૫૫૦-૮૫૦) ,રાજૂલામાં ૨૫૦૦ મણ (રૂ।.૭૮૦-૧૦૨૦) અને વિજાપુરમાં ૨૫૦૦ મણ (રૂ।.૮૦૦-૯૬૦) ની આવક હતી. 

આમ, નવા કપાસની આવક આજે વધીને ૯૬ હજાર મણની હતી જે ગઇકાલે ૩૪ હજાર મણની હતી. જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૪૦૦૦ મણ (રૂ।.૮૦૦- ૧૦૦૨), અમરેલીમાં ૫૦૦૦ મણ( રા.૮૦૦-૧૦૧૧), સાવરકુંડલામાં ૧૦૦૦ મણ (રૂ.૮૫૦-૧૦૧૦) જસદણમાં ૨૦૦૦ મણ (રૂ।.૮૦૦- ૧૦૦૦), જામજોધપુરમાં ૧૯૦૦ મણ (રૂ.૮૬૦-૯૯૦) અને ગોંડલમાં ૧૨૦૦ મણ (રૂ।.૭૦૦-૧૦૧૦)ની આવક હતી. 

આમ, જુના કપાસની આવક આજે ૧૫ હજાર મણની હતી જે ગઇકાલે ૧૨ હજાર મણની હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું