
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની આવકો આજે સપ્તાહની શરૂઆતે વધી હતી. જામનગરમાં પણ આજે નવી આવકો શરૂ કરતાં પપ હજાર ગુણીની આવક થઈ હતી.
ગોંડલમાં સોમવારે રાત્રે આવકો ખોલી હતી, પંરતુ બપોરથી લાઈન લાગી ગઈ હતી અને એકાદ લાખ ગુણીની આવકનો અંદાજ છે. રાજકોટમાં પણ હવે આવક કરશે ત્યારે વધારે આવક થશે.
મગફળીની આવકો વધવાની સાથે સીંગતેલ તુટી ગયું હોવાથી મગફળીનાં ભાવમાં આજે પણ વધુ રૂ.૨૦ થી રપનો ઘટાડો થયો હતો. વેપારીઓ કહે છે કે મગફળી હવે બહુ ઘટવા ન જોઈએ અને જો ઘટશે તો ખેડૂતો સરકારમાં આપવા લાગે તેવી ધારણા છે.
જામનગરમાં મગફળીની પપ હજાર ગુણીની આવક થઈ
દિવાળી નજીક હોવાથી ખેડૂતોને પૈસાની તાતી જરૂર છે અને માટે ખેડૂતો હાલ મગફળીનાં સારા ભાવ હોવાથી તેની વેચવાલી પહેલા કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં તો હવે મગફળીની આવકો સપ્તાહમાં એકદમ ઘટી જાય તેવી ધારણાં છે.
હળવદમાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૦૦ થી ૯૦૦ અને સારામાં રૂ.૬૦૦ થી ૯રપનાં ભાવ હતાં.
ગોંડલમાં ૨૫ હજાર ગુણીનાં વેપાર હતાં અને ભાવ જીણીમાં રૂ.૮૫૦ થી ૯૫૦ અને જાડીમાં રૂ.૬૦૦ થી ૧૦ર૨પનાં હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૪૦ થી ૯૧૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૬૯૦૦ થી ૧૦૦૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૩૦, જી-૨ર૦માં રૂ.૯૪૦ થી ૧૦૭૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૮૫નાં હતાં. ૯૯ નૅં.માં રૂ.૯૧૦ થી ૯૪૦નાં ભાવ હતાં.
જામનગરમાં પપ હજાર ગુણીની આવક હતી અને વેપારો ૯૫૦૦ ગુણીના થયા હતા. ભાવ રૂ.૮૦૦ થી ૧૩૩૦ની વચ્ચે હતાં. આજે રૂ.૧૪૦૦ જેવા ભાવ નહોંતા. એક તબક્કે જામનગરમાં રૂ.૧૪૮૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.
હિંમતનગરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦ થી ૧૩૦૬નાં ભાવ હતાં. ડીસામાં ૬૦ હજાર ગુણી અને પાલનપુરમાં રપ હજાર ગુણી, પાથાવાડામાં ૨૮ હજાર ગુણી અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી.