રાજકોટ-ગોંડલમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો

Agriculture in Gujarat Rajkot market yard and Gondal market yard the peanut market price of groundnut market price has gone up by Rs5 to Rs10

મગફળીની બજારમાં વેચવાલી ધારણાં કરતાં વધારે આવી રહી હોવાથી ભાવમાં આજે પણ રૂ.૫થી ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર છે. 

બજારમાં નાણાભીડ વધારે હોવાથી સીંગદાણાનાં ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ મગફળીની બજારને માત્ર સીંગતેલની બજારનો જ ટેકો મળી રહ્યો છે. આવી સ્થિતિમાં બજારમાં આગામી દિવસોમાં મગફળીના ભાવમાં મોટી તેજી થાય તેવા સંજોગો ઓછા છે.

ગોંડલમાં ૯૦ હજાર ગુણીની આવક હતી અને ૨૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૦૬૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૩૭ નંબરમાં રૂ.૮૫૦થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. ૩૭ નંબરમાં ડીમાન્ડ સારી છે, પરંતુ સારા માલ આવતા નથી.

સીંગદાણામાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦નો વધુ ઘટાડો જોવા મળ્યો

રાજકોટમાં એક લાખ ગુણીની આવક હતી, અને ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે-૩૭માં રૂ.૮૮૦થી ૯૮૦, ૨૪ નં.રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૩૦, ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૯૮૦, જી-ર૦માં રૂ.૬૭૦થી ૧૦૮૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦ અને ૯૯ નંબરમાં રૂ.૯૦૦થી ૯૪૦નાં હતાં. મહુવા યાર્ડ આજે બંધ હતું.

હિંમતનગરમાં ૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૩રનાં હતાં. ડીસામાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૪૦થી ૧૯૫નાં ભાવ હતાં. 

પાથાવાડામાં ર૫ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ૭ હજાર ગુણી હતી. પાલનપુરમાં ૧૮ હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ૪ હજાર ગુણી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું