
બાજરીનાં ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરીનાં વેપારીઓ કહે છેકે બાજરીમાં ભાવ સ્થિર છે, પંરતુ જેવી ઠંડી વધશે એવો ભાવમાં સુધારો થાય તેવી ધારણાં છે.
રાજસ્થાનમાં બાજરીની આવકો હવે ઘટવા લાગી છે. ડીસામાં સારી બાજરીનાં ભાવ ઊંચા બોલાવા લાગ્યાં છે. રાજકોટમાં બાજરીની ૨૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.ર૫૦થી ૩૦૫ હતા.
જ્યારે બિલ્ટીનાં ભાવ રૂ.૧૫૫૦થી ૧૫૭૫નાં હતાં. ડીસા બાજુ એક્સપોર્ટ અને બોમ્બે ક્વોલિટીની બાજરીનાં ભાવ રૂ.૩૫૦થી ૪૦૦ જેવા બોલાય રહ્યાં છે. જોકે આવી બાજરી બહું ઓછી આવી રહી છે.
જુવારની રાજકોટમાં ૧૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૫૫૦થી ૬૫૦ના હતાં. જ્યારે બિલ્ટીમાં રૂ.૩૧૦૦થી ૩૨૦૦નાં ભાવ બોલાતાં હતાં.