મગફળીમાં ઘટાડાને બ્રેક લાગી ભાવમાં મણે રૂ.20 થી 25 નો સુધારો

Agriculture in Gujarat market decline in groundnut has taken a break and the peanut market price has gone up by Rs20 to Rs25

મગફળીની બજારમાં એકધારા ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં આજે ફરી સુધારો જોવા મળ્યો હતો. નીચા ભાવથી વેચવાલી ઘટતા અને સીંગતેલમાં પણ સુધારો થયો હોવાથી મગફળીનાં ભાવમાં રૂ.૨૦ થી રપનો પિલાણબર ક્વોલિટીમાં સુધર્યા હતાં. 

ઉત્તર ગુજરાતમાં સારી ક્વોલિટીમાં ઊંચા ભાવથી બજારો નરમ હતા, પંરતુ સરેરાશ બજારનો ટોન આજે મજબૂત દેખાતો નથી.

હળવદમાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૦૦થી ૮૫૦ અને સારામાં રૂ.૬૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.

મગફળીની વેચવાલી ઘટતા અને સીંગતેલ સુધરતા મગફળી પણ સુધરી

ગોંડલમાં ૩૧ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૦૫૦, ર૨૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦થી ૯૫૦, ૩૯ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૯ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૨૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી૯૭૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૭૦, જી-૨૦માં રૂ.૯૪૦થી ૧૦૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૧૧૦નાં હતાં. 

૯૯ નંબરમાં રૂ.૯૩૦ થી ૯૫૦નાં ભાવ હતાં. મહુવામાં આજે ૪૦૦૦ ગુણીનાં વેપાર હતાં. અને ભાવ મગડીમાં રૂ.૬૨૫ થી ૧૦૯૨, જી-પમાં રૂ.૬૫૦ થી ૧૧૩૩, જી-૨૦માં રૂ.૬૨૦ થી ૧૦૪૮નાં ભાવ હતાં. 

હિમતનગરમાં રર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦ થી ૧૨૦૦નાં ભાવ હતાં. ડીસામાં ૪પ હજાર ગુણી અને પાથાવાડામાં ૫૦ હજાર ગુણી અને ઈડરમાં ૮ હજાર ગુણીની આવક હતી. પાલનપુર આજે બંધ હતું.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું