
મગફળીની બજારમાં તેજીની આગેકૂચ યથાવત જોવા મળી રહી છે. સીંગતેલની બજારમાં ઝડપી તેજીને પગલે ભાવમાં આજે રૂ.૨૦થી રપનો મણે સુધારો થયો હતો.
વેપારીઓ કહે છે કે મગફળીની બજારમાં ભાવ હજી પણ રૂ.ર૦થી રપ સુધરી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આગળની તેજીનો આધાર છે.
મગફળીની દૈનિક આવકો કે વેપારો ૨.૫૦ લાખ ગુણી આસપાસનાં યાર્ડોમાં થઈ રહ્યાં છે.મગફળીની આવકો હવે વધવાનાં ચાન્સ નથી અને આગામી સપ્તાહે દિવાળી હોવાથી યાર્ડો પણ થોડા દિવસ બંધ રહેવાનાં છે, જેને પગલે સરેરાશ બજારમાં ટૂંકાગાળા માટે બજારો સારા જ રહેશે.
સીંગતેલની બજારો સુધરતા મગફળીનાં ભાવ હજી પણ વધે તેવી ધારણા
હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૫૦થી ૮૭૦ અને સારામાં રૂ.૬૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.
ગોંડલમાં ૩૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૫૦થી ૧૦૭૧, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦થી ૧૦૨૫, ૩૯ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૦૩૧, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૮૦૦થી ૯રપનાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦થી ૯૭૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી ૯૭૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૯૦, જી-ર૦માં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૮૦થી ૧૧૦૦નાં હતાં. ૯૯ નૅ.માં રૂ.૯૩૦થી ૯૫૦નાં ભાવ હતાં.
મહુવામાં આજે ૧૪૨૦૦ ગુણીનાં વેપાર હતાં. અને ભાવ મગડીમાં રૂ.૯૦રથી ૧૧૦૦, જી-પમાં રૂ.૬૦૮થી ૧૧૦૭, જુ-૨૦માં રૂ.૬૩૦થી ૧૦૮૭નાં ભાવ હતાં.
હિમતનગરમાં ર૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦થી ૧ર૪૦નાં ભાવ હતાં. ડીસામાં ૪૬ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૮૯૦થી ૧૧ર૨પનાં હતાં. પાલનપુરમાં ૪૦ હજાર ગુણી, પાથાવાડામાં ૫૦ હજાર ગુણી અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી.