કપાસમાં સીસીઆઇ (CCI) ની ખરીદીના સથવારે ભાવ સુધર્યા, દેશભરમાં આવકો વધી

CCI (Cotton Corporation of India) purchase of cotton market prices improved, boosting cotton market revenue Agriculture in India

સીસીઆઈ (Cotton Corporation of India) ની કપાસ ખરીદી દેશભરમાં વધતાં આજે કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. 

દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૭૫ થી ૧.૮૦ લાખ ગાંસડીની થઇ હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે કપાસની આવક ઘટી હતી પણ તેની સામે નોર્થમાં અને સાઉથમાં કપાસની આવક વધી હતી. ખાસ કરીને આજે કર્ણાટક, આંધ્ર-તેલંગાનામાં મોટી આવક જોવા મળી હતી. 

નોર્થમાં કપાસના ભાવ મણે રૂ।.૨૫ થી ૩૦ સુધર્યા હતાત ફોરેનમાં તેજીને પગલે રૂ અને કપાસિયા બજાર સુધરતાં આજે સમગ્ર દેશમાં કપાસ બજાર સુધરી હતી. 

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધી હતી પણ મહારાષ્ટ્ર અને મેઇન લાઈનમાં સીસીઆઇની ખરીદી ચાલુ થતાં આ સેન્ટરોની આવકો ઘટી હતી. 

ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક સાડા છ થી સાત લાખ મણ આસપાસ રહી હતી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક વધીને ૧.૫૫ થી ૧.૬૦ લાખ મણની જ રહો હતી. 

નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૧૦ વધીને રૂ।.૯૬૦-૧૦૧૦ અને ઊંચામાં રૂ।.૧૦૬૦ થી ૧૧૦૦ હતા. નવા કપાસમાં આજે સતત બીજે દિવસે ભાવ મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૦ સુધર્યા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૦૭૫-૧૦૮૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૫ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૧૦ થી ૧૦૨૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૫૦-૧૦૨૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૩૦-૧૦૫૦ હતા તેમજ મેઇન લાઈનના કપાસના રૂ।.૧૫ વધીને રૂ.૧૦૬૫ થી ૧૦૭૦ના ભાવ હતા. ગામડે બેઠા કપાસના રૂ.૧૦૫૦ થી ૧૦૫૫ બોલાતા હતા. 

કડીમાં આજે બધુ મળીને ૪૦૦ થી ૪ર૨રપ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી અને ભાવ રૂ।.૫ સુધરીને રૂ।.૯૯૦ થી ૧૦૪૫, મેઇન લાઈનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૫૦ ગાડી અને ભાવ રૂ.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાયા હતા. મેઇન લાઈનમાં સીસીઆઈની ખરીદી ચાલુ થવાની ધારણાને પગલે આજે મેઇન લાઇનની આવક ઘટી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું