કપાસની આવકમાં સતત ઘટાડો ભાવ ઊચા મથાળે મજબુત

Continued decline in cotton market income Agriculture in Gujarat strengthens cotton market prices heading higher

દેશમાં આજે કપાસની આવક આજે સતત બીજે દિવસે ઘટીને ૧.૩૦ થી ૧.૩૫ લાખ ગાંસડી પહોંચી હતી. દિવાળીના તહેવારો શરૂ થયા હોઇ હવે ખેડૂતો કપાસ વેચવાના બદલે દિવાળીના તહેવારોની ઉજવણીમાં પડી ગયા હોઇ આવક ઝડપથી ઘટવા લાગી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ હોઇ આવકો જોઈએ તેવી વધતી નથી. દિવાળી પછી આવકો વધવાની ધારણા બધા રાખી રહ્યા છે.

ગુજરાતમાં આજે કપાસની આવક પણ ઘટી હતી. હતી. ગુજરાતમાં આજે બધુ મળીને ૫.૫૦ થી ૬ મણના કપાસના વેપાર થયા હતા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં કપાસની આવક ૧.૦૫ થી ૧.૧૦ લાખ મણની હતી. નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૯૫૦-૧૦૨૦ અને ઊંચામાં રૂ.૧૧૧૫ થી ૧૧૪૫ હતા. 

ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦માં થયા હતા. યાર્ડો અને ગામડે બેઠા આજે કપાસના ભાવ ટકેલા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં જળવાયેલા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૧૦-૧૧૨પ૫પ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૮૫ થી ૧૧૦૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૭૫ થી ૧૦૮૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂા.૯૭૫-૧૦૨૦ ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૦૭૦-૧૧૦૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૭૫ થી ૧૦૮૫ ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૫૦૦ થી ૫૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ર૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૮૦, મેઇન લાઇનના ૩૦-૩પ સાધનો અને ભાવ રૂ।.૧૦૨૦ થી ૧૦૭૫ અને કાઠિયાવાડની ૨૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું