પંજાબ-હરિયાણાના ખેડૂતોએ ચક્કાજામ કરતાં દેશમાં કપાસની આવક ઘટી

Cotton market income Agriculture in India declined due to Indian farmers in Punjab and Haryana

દેશમાં આજે કપાસની આવક આજે ઘટીને ૧.૬૦ લાખ ગાંસડી હતી કારણ કે પંજાબ-હરિયાણામાં ખેડૂતો દ્વારા ચક્કાજામ આંદોલન થતાં આ બંને રાજ્યોની આવક ૫૦ ટકા ઘટી હતી. 

આ ઉપરાંત હજુ દક્ષિણ ભારતમાં કપાસની આવક જોઈએ તેટલી વધતી નથી કારણ કે હજુ પણ કેટલાંક સેન્ટરોમાં છુટોછવાયો વરસાદ ચાલુ છે. મહારાષ્ટ્રમાં આજે જંગી આવક વધી હતી પણ સારો કપાસ પર હજુ ખેડૂતોની પક્કડ છે.

ગુજરાતમાં આજે કપાસની આવક સતત બીજે દિવસે ઘટી હતી. સીસીઆઈની ખરીદી દિવાળી પછી મોટેપાયે શરૂ થવાની ધારણાને પગલે ખેડૂતોની સારા અને સૂકા કપાસ પર પકકડ વધી હતી. 

મહારાષ્ટ્ર અને મેઇન લાઇનની આવક દરેક સેન્ટરો પર વધી હતી. ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક છથી સાડા છ લાખ મણની આસપાસ રહી હતી. 

સૌરાષ્ટ્રમાં કપાસની આવક ઘટીને ૧.૪૦ થી ૧.૪૫ લાખ મણની જ રહી હતી. નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ ફરૂ.૯૬૦-૧૦૧૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૧૦૦ હતા. ગામડે બેઠા કપાસના વેપાર રૂ.૧૦૫૫ થી ૧૦૬૦માં થયા હતા. ગામડે બેઠા કપાસમાં મણે રૂ।.૧૦ સુધર્યા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં ટકેલા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ।.૧૦૭૫-૧૦૮૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૪૫ થી ૧૦૫૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૧૦ થી ૧૦૨૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૫૦-૧૦૨૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૦૩૦-૧૦૫૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૭૦ થી ૧૦૭૫ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૪૦૦ થી ૪૨પ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી અને ભાવ રૂ।.૧૦ સુધરીને રૂ।.૧૦૦૦ થી ૧૦૫૫, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૭૦ અને કાઠિયાવાડની ર૨૨૫ ગાડી અને ભાવ રૂ।.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું