કપાસની આવક ઘટતાં સતત બીજે દિવસે મણે રૂ.10 થી 15 વધ્યા

Cotton market income raise Agriculture in Gujarat by Rs10 to Rs15 per 20kg for the second day in a row

દેશમાં આજે કપાસની આવક આજે ઘટીને થી ૧.૮૩ થી ૧.૮૫ લાખ ગાંસડી પહોંચી હતી. દિવાળીના તહેવારો નજીક આવતાં દરેક રાજ્યમાં હવે આવક ઘટી રહી છે વળી સુકા કપાસના સારા ભાવ મળવાની ધારણાએ હાલ ખેડૂતો પણ કપાસ વેચતાં અટકી રહ્યા છે. 

આજે નોર્થમાં આવક ઘટી હતી પણ સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોનમાં આવક ટકેલી હતી. નોર્થમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ સતત બીજે દિવસે સુધર્યા હતા.

ગુજરાતમાં આજે કપાસની આવક પણ ઘટી હતી. દિવાળીના તહેવારો અને છેલ્લા ત્રણ દિવસથી કપાસના ભાવ સતત વધી રહ્યા હોઈ ખેડૂતોની પકકડ મજબૂત બની રહી છે, લાભપાંચમથી ગુજરાતમાં સીસીઆઇ દ્વારા મોટેપાયે કપાસની ખરીદી ચાલુ થવાની ધારણાએ હાલ ખેડૂતો વેચવાનું ટાળી રહ્યા છે. 

ગુજરાતમાં આજે બધુ મળીને ૭ થી ૭.૫૦ મણના કપાસના વેપાર થયા હતા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં કપાસની આવક ૧.૫૫ થી ૧.૬૦ લાખ મણની હતી. નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ।.૧૦૦૦-૧૦૪૦ અને ઊંચામાં રૂ.૧૧૨૦ થી ૧૧૪૦ હતા. 

ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦માં થયા હતા. યાર્ડોમાં અને ગામડે બેઠા કપાસમાં મણે સતત બીજે દિવસે રૂ।.૧૫ થી ૨૦ સુધર્યા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૧૫-૧૧૨૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૮૫ થી ૧૧૦૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૭૫ થી ૧૦૮૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૯૫૦-૧૦૨૦ ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૭૦-૧૧૦૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૭૫ થી ૧૦૮૫ ના ભાવ હતા. કડીમાં આજે બધુ મળીને ૫૦૦ થી ૫૫૦ ગાડીની આવક હતી. 

મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૭૫, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૨૦ થી ૧૦૭૫ અને કાઠિયાવાડની ૨૫૦ ગાડી અને ભાવ રૂ.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું