કપાસમાં નવા વર્ષની શરૂઆતના પહેલા ત્રણ દિવસ ભાવમાં ઉછાળો

Cotton market prices soar in the first three days Agriculture in Gujarat before the start of the new year Indian

કપાસમાં ખેડૂતોની મક્કમતાં અને વૈશ્વિક બજારોમાં તેજીને પગલે કપાસના ભાવ નવા વર્ષની બોણીના પહેલા ત્રણ દિવસ સતત વધ્યા હતા.

દેશની રૂની આવક નવા વર્ષની બોણીથી સતત ઘટી રહી છે શનિવારે દેશની રૂની આવક ઘટીને ૧.૫૭ થી ૧.૬૦ લાખ ગાંસડી જ નોંધાઇ હતી. ખાસ કરીને નોર્થ ઝોનના ખેડૂતોની પક્કડ અને મહારાષ્ટ્ર,ગુજરાત તથા તેલંગાનામાં કપાસને વ્યાપક નુકશાન થયાના સમાચારને પગલે આવક સતત ઘટી રહી છે. 

નોર્થમાં શનિવારે સતત  ત્રીજે દિવસે કપાસમાં મણે રૂ।.૩૦ થી ૪૦ વધ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં નોર્થમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૦૦નો વધારો થયો છે. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં આવક વધવાના બદલે ઘટી રહી છે. ગુજરાતમાં પણ આવક શનિવારે ઘટી હતી.

ત્રણ દિવસમાં કપાસમાં મણે રૂ.૭૦ થી ૮૦નો ઉછાળો , ખેડૂતો મક્કમ

ગુજરાતમાં નવા વર્ષની બોણીના પહેલા ત્રણ દિવસમાં કપાસમાં મણે રૂ.૭૦ થી ૮૦ ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં બધુ મળીને ૨૮ થી ૩૦ હજાર ગાંસડીની આવક નોંધાઇ હતી. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસની આવક શનિવારે થોડી વધીને ૯ર થી ૯૩હજાર મણની જ રહો હતી. શનિવારે સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસમાં મણે રૂ.૨૫ થી ૩૦ અને જુના કપાસમાં મણે રૂ.૨૦ સુધર્યા હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ અને ઊંચામાં રૂ્.૧૧૫૫ થી ૧૨૦૦ હતા. જુના કપાસની આવક ૭૫૦૦ મણની હતી અને ભાવ નીચામાં રૂ.૮૫૦ થી ૯૦૦ અને ઊંચામાં રૂ.૧૦૯૦ થી ૧૦૫૦ હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં શનિવારે સતત ત્રીજે દિવસે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૭૫-૧૧૮૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રા.૧૧૪૫ થી ૧૧૫૦ સુધી બોલાતા હતા અને ૨૦ થી રપ ટકા હવાવાળા પણ ઉતારા ૩૧ થી ૩રના હોઇ તો તે કપાસના રૂ્.૧૧૨૫ થી ૧૧૩૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૧૦૭૫-૧૦૮૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૧૪૦-૧૧૫૦ હતા તેમજ મેઇન લાઈનના કપાસના ૧૫ ટકા હવા અને ૩૫ના ઉતારાના લેવાવાળાના ભાવ રૂ।.૧૧૭૦ અને વેચવાવાળાના ભાવ રૂ.૧૨૦૦ હતા. 

કડીમાં શનિવારે બધુ મળીને આવક ઘટીને ૭૦૦ થી ૮૦૦ ગાડીની હતી જેમાં મહારાષ્ટ્રની ૪૫૦ ગાડી અને ભાવ રૂ.૨૦ વધીને રૂ્.૧૦૭૦ થી ૧૧૨૦, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૮૦ થી ૧૧૨૦ અને કાઠિયાવાડની માત્ર ૫૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ.૧૧૫૦ થી ૧૧૬૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું