દેશભરમાં કપાસની આવકમાં ઝડપી ઘટાડો થતાં કપાસના ભાવ મક્કમ

Cotton market prices stabilize Agriculture in Gujarat as cotton market income declines Agriculture in India country

દેશમાં આજે કપાસની આવક આજે સતત બીજે દિવસે ઘટીને થી ૧.૭૦ થી ૧.૭૨ લાખ ગાંસડી પહોંચી હતી. દિવાળીના તહેવારો નજીક આવતાં દરેક રાજ્યમાં હવે આવક ઘટી રહી છે સીસીઆઈની ખરીદી દિવાળી પછી મોટેપાયે શરૂ થશે તે સમાચારને પગલે ખેડૂતો સૂકો કપાસ વેચતાં અટકી ગયા છે તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હજુ વરસાદી વાતાવરણ હોઈ ત્યાં કપાસની આવકો વધતી નથી. 

ગુજરાતમાં આજે કપાસની આવક લગભગ જળવાયેલી હતી. ગુજરાતમાં આજે બધુ મળીને ૭ થી ૭.૫૦ મણના કપાસના વેપાર થયા હતા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં કપાસની આવક ૧.૫૫ થી ૧.૬૦ લાખ મણની હતી. 

નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૧૦૦૦-૧૦૪૦ અને ઊંચામાં રૂ.૧૧૧૦ થી ૧૧૫૦ હતા. ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦માં થયા હતા. યાર્ડો અને ગામડે બેઠા આજે કપાસના ભાવ ટકેલા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં જળવાયેલા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૧૫-૧૧રપ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૮૫ થી ૧૧૦૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૭૫ થી ૧૦૮૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ.૯૭૫-૧૦૨૦ ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૦૭૦-૧૧૦૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ.૧૦૭૫ થી ૧૦૮૫ ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૫૦૦ થી ૫૫૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ર૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૮૦, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૨૦ થી ૧૦૭૫ અને કાઠિયાવાડની ર૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું