દેશભરમાં કપાસની આવક ઘટતાં ભાવ ઘટતાં અટકયા

Declining cotton income Agriculture in India cotton market Prices stopped falling Farming in Gujarat

દેશમાં આજે કપાસની આવક આજે ઘટીને ૧.૫૪ થી ૧.૫૬ લાખ ગાંસડીની થઈ હતી. મહારાષ્ટ્ર સિવાય દરેક રાજ્યોમાં કપાસની આવક ઘટી હતી. 

નોર્થમાં કપાસના ભાવ ઘટતાં ખેડૂતોએ કપાસ વેચવાનું ઓછું કરી નાખ્યું હતું જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં વાદળિયું હવામાન હોઇ આવક ઘટી હતી. ગુજરાતમાં ખેડૂતોની પક્કડ મજબૂત હોઇ કપાસની વેચવાલી ઘઠી હતી.

ગુજરાતમાં આજે નવા કપાસની આવક લોકલમાં ઘટી હતી અને મહારાષ્ટ્રની આવક પણ કડી તેમજ સૌરાષ્ટ્રમાં ઘટી હતી. મેઇન લાઇનની કવોલીટી બગડી રહી હોઇ આજે આવક ઘટી હતી. 

ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક ધટીને સાત થી સાડા સાત લાખ મણ આસપાસ રહી હતી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક ઘટીને ૧.૫૦ થી ૧.૫૫ લાખ મણની જ રહી હતી. 

નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૧૫ થી ૨૦ વધીને રૂ।.૯૬૦-૧૦૦૦ અને ઊંચામાં રૂ.૧૦૪૦ થી ૧૦૬૦ હતા. નવા કપાસમાં આજે ભાવ મણે રૂ।.૧૦ સુધર્યા હતા. જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ।.૫ સુધર્યા હતા. 

નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૦૬૦-૧૦૭૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦રપ થી ૧૦૪૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૦૦ થી ૧૦૧૦ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૫૦-૧૦૧૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૨૦-૧૦૪૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦ ઘટીને રૂ।.૧૦૫૦ થી ૧૦૫૫ના ભાવ હતા. ગામડે બેઠા કપાસના રૂ।.૧૦૩૦ થી ૧૦૫૦ જળવાયેલા હતા. 

કડીમાં આજે બધુ મળીને ૪૫૦ થી ૫૦૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને ભાવ રૂ.૧૦ સુધરીને રૂ।.૯૯૦ થી ૧૦૪૦, મેઇન લાઇનના ૬૦ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૭૫ થી ર૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦ થી ૧૫ સુધરીને રૂ।.૧૦૮૦ થી ૧૦૮૫ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું