
ગુજરાતમાં સારા ચોમાસાને પગલે આ વર્ષે ખેડૂતોએ શિયાળુ વાવેતર ગત વર્ષની તુલનાએ વહેલું કર્યું હોવાથી રાજ્યમાં સામાન્ય વાવેતરની તુલનાએ ૩૦ ટકા વાવણી પૂર્ણ થઈ ગઈ હોવાનું સરકારે જાહેર કર્યું છે.
સારા વરસાદ અને ભેજ લેવલ સારૂ હોવાથી ખેડૂતોએ વાવણીકાર્ય પૂર જોશમાં શરૂ કર્યું
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૧૭મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૧૦.૧૯ લાખ હેક્ટરમાં રવી વાવેતર સંપન્ન થયું છે, જે ગત વર્ષની તુલનાએ ૧૧૦ ટકાનો વધારો બતાવે છે અને છેલ્લા ત્રણ વર્ષનાં સરેરાશ વાવેતર વિસ્તારની તુલનાએ ૩૦ ટકા જેટલું વાવેતર બતાવે છે.
ઘઉ, ધાણા-જીરૂ, ચણા સહિતનાં પાકોનાં વાવેતરમાં મોટો વધારો જોવા મળ્યો
ગુજરાતમાં શરૂઆતનાં તબક્કામાં હાલ તમામ પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ ઘણું જ વધારે બતાવે છે, પરિણામે વાવેતરનો સાચો ચિતાર કાઢવો મુશ્કેલ છે.
ડિસેમ્બરનાં બીજા પખવાડિયામાં વાવેતરનો સાચો ચિતાર આવી શકશે. ઘઉ-ચણા અને રાયડાનાં વાવેતર ઉપર આ વર્ષે ખેડૂતોનો ઝોક વધારે રહે તેવી ધારણાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ગુજરાતમાં તા.17 નવેમ્બર સુધીનો રવિ વાવેતર વિસ્તાર (હેક્ટરમાં) | ||||
---|---|---|---|---|
પાકનું નામ | છેલ્લા ત્રણ વર્ષનું | ગત વર્ષ વાવેતર | ચાલુ વર્ષ વાવેતર | વધઘટ (ટાકામાં) |
ઘઉં પિયત | 10,45,923 | 39,802 | 1,40,959 | 245 |
ઘઉં બીન-પિયત | 40,590 | 1,265 | 5,366 | 324 |
જુવાર | 28,322 | 952 | 6,211 | 552 |
મકાઈ | 1,08,503 | 27,362 | 18,303 | -33 |
ચણા | 2,91,683 | 26,294 | 2,28,394 | 769 |
રાયડો | 1,96,382 | 11,7579 | 1,30,642 | 11 |
જીરૂ | 4,06,141 | 19,723 | 50,496 | 156 |
ધાણા | 62,641 | 41,18 | 23,695 | 475 |
લસણ | 13,599 | 1,519 | 4,721 | 211 |
સુવા | 13,852 | 31,22 | 1,972 | -39 |
ઈસબગુલ | 13,547 | 401 | 204 | 0 |
વરિયાળી | 40,825 | 7,189 | 9,314 | 30 |
ડુંગળી | 38,827 | 2919 | 13,044 | 347 |
બટાટા | 1,23,193 | 23,570 | 33,886 | 44 |
કુલ વાવેતર (હેક્ટરમાં) | 34,38,352 | 4,76,770 | 10,19,870 | 110 |