સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો મગફળીનો 50 ટકા ઉપર અને ઉત્તર ગુજરાતમાં 95 ટકા માલ બજારમાં

In Saurashtra market yard farmers have over 50 per cent of groundnut crop and in North Gujarat 95 per cent of the goods are in the Agriculture in Gujarat market yard

મગફળીની બજારમાં ઘટાડાને બ્રેક લાગ્યાં બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. મગફળીની બજારમાં વેચવાલી એકદમ ઓછી અને સીંગતેલનો મોટો ટેકો મળી રહ્યો છે. 

હાલ મગફળી દાણાવાળાની તુનલાએ પિલાણવાળા વધારે કવર કરી રહ્યાં છે. આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલ છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં વિવિધ સેન્ટરનાં વેપારીઓ સાથે થયેલી વાત-ચીતનાં સૂર પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ૫૦થી ૬૦ ટકા માલ બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે. 

ખાધતેલની તેજી પાછળ મગફળીની બજારમાં ઘટાડો અટકીને ભાવ સુધર્યા

હળવદ પંથકની ૫૦ ટકા મગફળી બજારમાં આવી ગઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૦ ટકાથી લઈને ૮૦ ટકા સુધીના માલ બજારમાં આવી ગયા હોવાના સમાચાર છે. સરેરાશ ૭૫ ટકા તો માલ બજારમાં આવીજ ગયો છે. આ ગણતરીમાં જે સ્ટોકનાં માલ છે તેનો સમાવેશ નથી, માત્ર ખેડૂતો પાસે રહેલો સ્ટોક બજારમાં આવી ગયો છે.

હળવદમાં ૪ હજાર ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૫૦થી ૮૭૫ અને સારા માલમાં રૂ.૯૦૦થી ૯૩પ૫નાં ભાવ હતાં.

ગોંડલમાં ૨૩ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૧૨૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧ર૨રપનાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૫૦થી ૯પર સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં મજૂરોની હડતાળને પગલે શનિવારે હરાજી ઠપ્પ થઈ

રાજકોટમાં મગફળીની હરાજી આજે ઠપ્પ રહી હતી. મજૂરો હડતાલ ઉપર ઉતરી જત્તા શનિવારે હરાજી થઈ નહોંતી. મહુવામાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૧૧થી ૧૧૩૨, જી-પમાં રૂ.૧૦૨૦થી ૧૧૫૦ અને જી-૨૦માં રૂ.૯૨૫પથી ૧૦૮૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૭ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૫રનાં હતાં. ડીસામાં ૧૫થી ૧૬ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૭૧નાં ભાવ હતાં. પાથાવાડામાં રપ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ૧૫ હજાર ગુણી હતી. પાલનપુરમાં ૧૦ હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ર૨ હજાર ગુણી હતી. 

સીંગદાણામાં સરેરાશ ટને રૂ.૫૦૦નો સુધારો થયો હતો. કોમર્શિયલમાં રૂ.૮૦,૫૦૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું