સીંગતેલમાં તેજીને કારણે મગફળીની બજારમાં મજબૂતાઈ નો માહોલ

Peanut market strengthens due to peanut oil market price rise Agriculture in Gujarat

સીંગતેલની બજારમાં બે દિવસમાં લુઝમાં રૂ.૫૦નો ઉછાળો આવ્યાં બાદ મગફળીનાં ભાવમાં ઘટાડો અટકીને ભાવમાં હવે મજબૂતાઈ જોવા મળી રહી છે. 

દિવાળીનાં તહેવારો આવી ગયા હોવાથી યાર્ડમાં મગફળીની આવકો ખાસ થતી નથી અને સરેરાશ બજારમાં આગળ ઉપર ભાવ સુધરી શકે છે તેનો આધાર લાભપાંચમે નવી મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલ લેવાલી મર્યાદીત છે, પંરતુ ભાવ રૂ.૧૦થી રપ વધીને આજે ઊંચામાં ગોંડલમાં રૂ.૧૧૦૦ સુધી બોલાતાં હતાં. હવે આવકો પણ ખાસ નથી અને નવી ડિલીવરી ખાસ ઉતરવાની નથી. 

કોમર્શિયલ સીંગદાણામાં ટને : રૂ.૧૦૦૦નો ઉછાળો

ગોંડલમાં હવે મગફળીની હરાજી તા.૧૨ થી બંધ છે અને હવે સીધી તા.૧૯નાં હરાજી થશે. ગોંડલમાં ૧૩થી ૧૫ હજાર ગુણીનાં વેપાર હતાં. નવી આવક હવે લાભપાંચમ પૂર્વે શરૂ કરવામાં આવશે. 

ભાવ જી-૨૦માં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને દાણાબરમાં રૂ.૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૩૭ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૨૦, ૨૪ નંબર રોહીણીમાં રૂ.૮૫૦થી ૯૨૦, ૩૯ નંબર બોલમાં રૂ.૮૫૦થી ૯૯૦, જી-૨૦માં રૂ.૮૫૦થી ૧૦૭૫ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૯૫૦નાં હતાં. ૯૯ નં.માં રૂ.૯૧૦થી ૯૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૧૨૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૪૦થી ૧૦૪૮, જી-પમાં રૂ.૬રપથી ૧૦૮૧, જી-ર૦માં રૂ.૮૫૦થી ૧૦૩રનાં ભાવ હતાં.

હિંમતનગરમાં પાંચ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૨પથી ૧૨૩૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું