મગફળીમાં સારી ક્વોલિટોમાં બજાર ભાવમાં સુધારો જોવા મળ્યો

Peanuts market saw an improvement Agriculture in Gujarat in groundnut market prices in good quality

ખાઘતેલમાં મિશ્ર માહોલ વચ્ચે મગફળીની બજારો મજબૂત છે. મગફળીનાં ભાવમાં સોમવારે સારી ક્વોલિટીમાં સરેરાશ મણે રૂ.૧૦થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. જો સીંગતેલ વધુ ઘટશે નહીં તો મગફળીની બજાર મજબૂત રહેશે.

વેપારીઓ કહે છેકે મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને સરેરાશ બજારમાં આગળ ઉપર વેચવાલી વધે તેવા કોઈ ચાન્સ નથી. વળી ખેડૂતો પણ મગફળીની નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી, જો બહુ ભાવ ઘટશે તો સરકારમાં વેચાણ કરશે, જેને પગલે હાલનાં તબક્કે બજારો સરેરાશ મજબૂત રહે તેવી ધારણાં છે.

ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨ર૦માં રૂ.૬૭૫થી ૧૧૦૦, ર૨૪ નંબરમાં રૂ.૮૫૦થી રૂ.૧૧૦૦, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૩૭ નંબરમાં રૂ.૬૫૦થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. 

રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. મગફળીનાં ભાવ ટીજે-૩૭માં રૂ.૮૮૦થી ૯૯૦, ૨૪ નં.રોહીણીમાં રૂ.૬૦૦થી ૧૦૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-ર૦માં રૂ.૬૦થી ૧૧૧૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૩૦ અને ૯૯ નંબરમાં રૂ.૮૫૦થી ૯૯પનાં હતાં. 

મહુવામાં ૨૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૫૦થી ૧૨૮૬, જી-પમાં રૂ.૧૦૦૦થી ૧૧૧૭૮ અને જી-૨૦માં રૂ.૬૬૫ થી ૧૧રનાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૮ હજાર ગુણીની આવક હતી અને નવા મગફળીનાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૩રનાં હતાં. ડીસામાં ૨ર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦થી ૧૨૪૧નાં ભાવ હતાં. 

પાથાવાડામાં ૧૭ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ૯ હજાર ગુણી હતી. પાલનપુરમાં ૨૦ હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ૪ હજાર ગુણી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું