દેશભરમાં કપાસની આવક વધતાં, વધતો ભાવ વધારો અટક્યો

Rising cotton market prices Agriculture in India country halted the steady rise in cotton APMC market prices

દેશભરમાં અને ગુજરાતમાં કપાસની આવક વધતાં આજે કપાસના ભાવ ટકેલા હતા જો કે કડીમાં ર.પ થી ૮ ઘટયા હતા. 

દેશની રૂની આવક આજે એકાએક વધીને પોણા ત્રણ લાખ ગાંસડી સુધી પહોંચી હતી. ખાસ કરીને ગુજરાત, તેલંગાના, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આજે રૂની આવકમાં મોટો વધારો જોવા મળ્યો હતો. 

રૂની આવક વધતાં ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા. 

સમગ્ર ભારતમાં હવે ઠંડી વધતાં કપાસની આવક વધવા લાગી છે તેમજ સીસીઆઈની ખરીદી ચાલુ છે પણ ખુલ્લા બજારમાંથી કપાસના ભાવ સારા મળી રહ્યા હોઈ ખેડૂતો સીસીઆઇને બદલે ખુલ્લા બજારમાં કપાસ વેચવાનું પસંદ કરી રહ્યા છે.

ગુજરાતમાં નવા વર્ષની બોણીના શરૂઆતના ત્રણ દિવસમાં કપાસમાં મણે રૂ।.૭૦ થી ૮૦નો વધારો આવતાં અઠવાડિયાના પ્રારંભ આવકમાં એકાએક મોટો વધારો જોવા મળ્યો હતો. 

ગુજરાતમાં આજે બધુ મળીને કપાસના અંદાજે ૧૨ થી ૧૩ લાખ મણના વેપાર થયા હતા જે શનિવારે ૮ થી ૯ લાખ મણના થયા હતા. રૂની ગણતરીએ કુલ ૫૬ હજાર ગાંસડીના વેપાર થયા હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસની આવક વધીને ૧.૬૬ મણની જ રહી હતી. શનિવારે સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસમાં મણે રૂ.૫ અને જૂના કપાસમાં મણે રૂ।.૨૦ સુધર્યા હતા. 

સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૮૦ થી ૧૧૩૦ અને ઊંચામાં રૂ.૧૧૯૦ થી ૧૨૨૦ હતા. જુના કપાસની આવક ૧૦,૫૦૦ મણની હતી અને ભાવ નીચામાં રૂ।.૯૫૦ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ।.૧૧રપ થી ૧૧૫૦ હતા.

ગુજરાતમાં કપાસની આવક અને વેપાર વધાતં જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે ટકેલા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૭૫-૧૧૮૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૧૪૫ થી ૧૧૫૦ સુધી બોલાતા હતા અને ૨૦ થી રપ ટકા હવાવાળા પણ ઉતારા ૩૧ થી ૩રના હોઇ તો તે કપાસના રૂ.૧૧૨૫ થી ૧૧૩૦ ભાવ થયા હતા. 

જો કે જૂના કપાસમાં મણે રૂ.૨૦ સુધર્યા હતા. જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૧૦૯૦-૧૧૦૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૧૪૦-૧૧૫૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના ૧૫ ટકા હવા અને ૩૫ના ઉતારાના આજે રૂ.૧૧૮૦માં વેપાર થયા હતા. 

કડીમાં બધુ મળીને આવક ૭૦૦ થી ૮૦૦ ગાડીની હતી અને આવક વધવાથી કપાસમાં મણે રૂ।.૫ થી ૭ ઘટયા જેમાં મહારાષ્ટ્રની ૪૫૦ ગાડી અને ભાવ રૂ.૧૦૭૦ થી ૧૧૨૦, મેઇન લાઈનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૮૦ થી ૧૧૨૦ હતા.

કાઠિયાવાડની માત્ર ૩૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ.૧૧૯૦ થી ૧૨૦૦ બોલાયા હતા. કાઠિયાવાડના કપાસના ભાવ કડીમાં આજે બહુ જ ઊંચા બોલાય રહ્યા હોઇ જીનોને કાઠિયાવાડનો કપાસ ખરીદવામાં રસ નહોતો.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું