સીસીઆઇનો (CCI) ખરીદી ના ટેકે કપાસમાં મણે રૂ.5 થી 10 વધ્યા

Support for CCI Cotton Corporation of India purchase cotton market price increased by Rs5 to Rs10 per 20kg Agriculture in Gujarat

દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૮૫ થી ૧.૯૦ લાખ ગાંસડી પહોંચી હતી. ખાસ કરીને હવે દક્ષિણ ભારતના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, તામિલનાડુ અને ઓરિસ્સામાં વાતાવરણ ખુલ્લું થતાં આવકો સતત વધી રહી છે. 

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આવકો જંગીમાત્રામાં વધી રહી છે. આજે મહારાષ્ટ્રમાં ૪૩ થી ૪૫ હજાર ગાંસડી તેમજ નોર્થમાં ૬૦ હજાર ગાંસડી અને સાઉથમાં ૪૦ થી ૪૫ હજાર ગાંસડીની આવક રહી હતી.

ગુજરાતમાં આજે કપાસની આવક સતત બે દિવસ ઘટયા બાદ લગભગ સ્થિર રહી હતી. સીસીઆઈની ખરીદી દિવાળી પછી મોટેપાયે શરૂ થવાની ધારણાને પગલે ખેડૂતોની સારા અને સૂકા કપાસ પર પક્કડ વધી હતી. 

મહારાષ્ટ્ર અને મેઇન લાઇનની આવક દરેક સેન્ટરો પર ઘટી રહી છે ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક વધીને સાત થી સાડા સાત લાખ મણની આસપાસ રહી હતી. 

સૌરાષ્ટ્રમાં કપાસની આવક ૧.૪૦ થી ૧.૪૫ લાખ મણની જળવાયેલી હતી. નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ.૯૬૦-૧૦૧૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૧૦૦ હતા. ગામડે બેઠા કપાસના વેપાર રૂ.૧૦૫૫ થી ૧૦૬૦માં થયા હતા. ગામડે બેઠા કપાસમાં મણે રૂ.૫પ સુધર્યા હતા.

જીનપહોંચ નવા ડપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ।.૫ સુધર્યા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૦૮૦-૧૦૮૫ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૦૫૦ થી ૧૦૫૫ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૧૫ થી ૧૦૨૫ ભાવ થયા હતા. 

જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૫૦-૧૦૨૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૦૩૦-૧૦૫૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૭૦ થી ૧૦૭૫ના ભાવ હતા. 

કડીમાં આજે બધુ મળીને ૫૦૦ થી ૫૨૫ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૫૦, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૭૦ અને કાઠિયાવાડની ૨૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૮૫ થી ૧૦૯૦ બોલાયા હતા.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું