
મગફળીની આવકો હજી યથાવત હોવાથી અને ગોંડલમાં આજે બેથી સવા બે લાખ ગુણીની આવક થઈ હોવાનાં અંદાજો બજારો સરેરાશ આજે પણ મણે રૂ.૨૦ થી ૨પ ઘટ્યાં હતાં. મગફળીનાં ભાવ સરેરાશ તેની ઊંચી સપાટીથી રૂ.૧૫૦ જેટલા નીકળી ગયાં છે.
દિવાળીનાં તહેવાર પૂર્વે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી હાલ નીચા ભાવ હોવા છત્તા ખેડૂતોની વેચવાલી આવી રહી છે. સરકારમાં ભાવ ઊંચા છે,પરંતુ સરકારમાંથી પૈસા ક્યારે આવે તે નક્કી ન હોવાથી ખેડૂતો હાલ ખોટ કરીને બજારમાં માલ ઠલવી રહ્યાં છે. સરેરાશ મગફળીનાં ભાવ હાલ રૂ.૯૫૦ થી ૧૦૦૦ વચ્ચે છે.
મગફળીનાં ભાવ ઊચી સપાટીથી સરેરાશ મણે રૂ.૧૫૦ નીકળી ગયાઃ ગોંડલમાં 2 થી 2.25 લાખ ગુણીની આવક
હળવદમાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૮૦૦ થી ૮રપ અને સારામાં રૂ.૮૫૦ થી ૯૧૦નાં ભાવ હતાં.
ગોંડલમાં ૨.૧૦ લાખ ગુણીની આવક હતીઅને ૩૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૦૦૦, ર૨૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦થી ૧૦૦૦, ૩૯ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૨૦૦ અને ૩૪૭ નંબરમાં રૂ.૮૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૧ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને ભાવ ટીજે ૩૭માં રૂ.૮૨૦થી ૯૧૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૮૦થી૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૯૦, જી-૨૦માં રૂ.૬૪૦થી ૧૦૪૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦નાં હતાં. ૯૯ નં.માં રૂ.૯૧૦થી ૯૩૦નાં ભાવ હતાં.
મહુવામાં આજે ૩૬૦૦ ગુણીનાં વેપાર હતાં. અને ભાવ મગડીમાં રૂ.૬૯૨૦થી ૧૦૬૧, જી-પમાં રૂ.૬૪૦થી ૧૧૨૫, જી-૨૦માં રૂ.૬૯૦૦થી ૧૦૩૭નાં ભાવ હતાં.
હિંમતનગરમાં રપ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૦૦થી ૧૨૪૦નાં ભાવ હતાં. ડીસામાં ૫૦ હજાર ગુણી અને પાલનપુરમાં ૪૦ હજાર ગુણી, પાથાવાડામાં ૩૫ હજાર ગુણી અને ઈડરમાં ૧૪ હજાર ગુણીની આવક હતી.