
દેશમાં આજે કપાસની આવક આજે વધીને ૧.૭૦ થી ૧.૭૫ લાખ ગાંસડીની થઇ હતી. દેશના દરેક રાજ્યોમાં સોમવારે આવક વધી હતી. નોર્થના ત્રણેય રાજ્યોમાં ૬૫ હજાર ગાંસડીની આવક હતી જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની થઇને કુલ ૭૨ થી ૭૫ હજાર ગાંસડી અને સાઉથના રાજ્યોમાં હજુ વરસાદી માહોલ હોઇ આવક પ્રમાણમાં ઓછી રપ થી ૨૮ હજાર ગાંસડી જ હતી.
ગુજરાતમાં આજે નવા કપાસની આવક લોકલમાં વધી હતી સાથે સાથે મહારાષ્ટ્રની આવક વધીને કડીમાં ૨૫૦ ગાડી અને સૌરાષ્ટ્રમાં ૫૦ થી ૬૦ ગાડીની રહી હતી આ ઉપરાંત વિજાપુર, સુરેન્દ્રનગર અને મેઇન લાઈનમાં પણ મહારાષ્ટ્રના કપાસની આવક વધી હતી.
ગુજરાતમાં ઓવરઓલ કપાસની આવક સાત થી આઠ લાખ મણ આસપાસ રહો હતી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક વધીને ૧.૬૦ થી ૧.૬૫ લાખ મણની જ રહી હતી.
નવા કપાસમાં એવરેજ ભાવ નીચામાં ભાવ રૂ।.૯૨૦-૯૮૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૮૫ હતા. નવા કપાસમાં આજે ભાવ મણે રૂ.૧૦ ઘટયા હતા.
જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં મણે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા. નવા કપાસ ૧૫ થી ૧૭ ટકા હવાવાળા ડપાસના જીનપહોંચ રૂ।.૧૦૫૫-૧૦૬૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ.૧૦૨૫ થી ૧૦૪૦ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ।.૧૦૦૦ થી ૧૦૧૦ ભાવ થયા હતા. જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૫૦-૧૦૨૦ ભાવ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ.૧૦ ઘટીને રૂ।.૧૦૨૦-૧૦૪૦ હતા તેમજ મેઇન લાઈનના કપાસના રૂ.૧૦૬૦ થી ૧૦૬૫ના ભાવ હતા. ગામડે બેઠા કપાસના રૂ.૧૦૩૦ થી ૧૦૫૦ જળવાયેલી હતા.
કડીમાં આજે બધુ મળીને ૫૫૦ થી ૬૦૦ ગાડીની આવક હતી જેમાં મહારાષ્ટ્રની ૨૫૦ ગાડી અને ભાવ રૂ।.૧૦ થી ૧૫ ઘટીને રૂ।.૯૯૦ થી ૧૦૩૦, મેઇન લાઈનના ૬૦ સાધનો અને ભાવ રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને કાઠિયાવાડની ૧૭૫ થી ૨૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૬૫ થી ૧૦૭૦ બોલાયા હતા.